અમિત શાહને પણ સ્વાઈન ફ્લૂ લાગ્યો તેનો સમગ્ર ગુજરાતમાં છે આવો હાહાકાર

સમગ્ર ગુજરાતમાં સ્વાઇન ફલૂનું સંકટ વધુને વધુ ઘેરુ બનતુ જઇ રહ્યું છે. જેમાં આજના એક જ દિવસમાં સ્વાઇન ફલૂથી કુલ 4 દર્દીના મોત થયા છે. જેથી અત્યારસુધીમાં મૃત્યુઆંક 47 પર પહોંચી ગયો છે. આજના દિવસે ભાવનગર, ભરૂચ, કચ્છ અને જામનગરના એક એક દર્દીના મોત થયા છે. તો આજના એક જ દિવસમાં કુલ 57 જેટલા કેસ નોંધાયા છે. તો તારીખ 1 જાન્યુઆરીથી આજદિન સુધીમાં કુલ 955 જેટલા કેસ નોંધાયા છે. જેમાંથી 553 દર્દીઓ સારવારથી સ્વસ્થ થયા છે. તો હાલમાં 355 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. તો હવે સિઝનની ઠંડીમાં ઘટાડો થતા અને ગરમીની શરૂઆત થતા સ્વાઇનફલૂના કેસની સંખ્યા ઘટે તેવી આશા રખાઇ રહી છે.

    null
  • ગુજરાત પર સ્વાઇન ફલૂનું સંકટ
  • એક જ દિવસમાં ૪ દર્દીના મોત
  • ભાવનગર, ભરૂચ, કચ્છ અને જામનગરમાં સ્વાઇન ફલૂના કુલ ૪ દર્દીના મોત
  • કુલ મૃત્યુઆંક ૪૭ થયો
  • એક જ દિવસમાં વધુ ૫૭ કેસ નોંધાયા
  • હાલમાં ૩૫૫ દર્દીઓ સારવાર હેઠળ
  • અત્યારસુધીમાં કુલ ૯૫૫ કેસ નોંધાયા
  • ૫૫૩ દર્દીઓ સારવારથી સાજા થયા
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter