GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

અતિ મહત્વનું! ૬૩૨ કરોડના ખર્ચે બનનારા ઈન્ટરનેશનલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું અમિત શાહ દ્વારા થશે ખાતમૂહુર્ત, અધ્યત્ન સુવિધાથી સજ્જ હશે આ કોમ્પલેક્ષ

યોગી

રાજ્યના અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારની ૨૦.૩૯ એકરમાં ૬૩૨ કરોડના ખર્ચે ઈન્ટરનેશનલ સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવવા કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ખાતમૂહુર્ત કરાશે.આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે કેન્દ્રના યુવા અને રમત બાબતના મંત્રી અનુરાગસિંહ ઠાકુર જ્યારે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.શહેરના મેયર સહિતના પદાધિકારીઓએ કાર્યક્રમ અગાઉ તૈયારીની સમીક્ષા કરવા સ્થળની મુલાકાત લીધી હતી.

સ્પોર્ટ્સ

શહેરની વચ્ચે નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે મ્યુનિ.ના આવેલા ખુલ્લા પ્લોટમાં ઓલમ્પિક કક્ષાનુ સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવવામાં આવનાર છે.આ કોમ્પલેકસ બનાવવા કેન્દ્ર સરકાર ગ્રાન્ટ રાજય સરકારને આપશે જે બાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવવામાં આવશે.આ કોમ્પલેકસમાં ૩૦૦થી વધુ લોકો રહી શકે એવી સુવિધા સાથે સ્વિમિંગ પુલ ઉપરાંત એકવાટિકસ સ્ટેડિયમ બનાવવામાં આવશે.

ટેનિસ કોર્ટ

ઈન્ટરનેશનલ કક્ષાના બનાવવામાં આવનારા સ્પોટર્સ કોમ્પલેકસ ફીટ ઈન્ડિયા ઝોન,આઉટડોર સ્પોર્ટસનો સમાવેશ કરવામાં આવ્યો છે.કોમ્પલેકસમાં ચાર બિલ્ડિંગ બનાવવામાં આવશે.સેન્ટર ફોર સ્પોર્ટસ કોમ્પલેકસમાં બાસ્કેટબોલ,વોલીબોલ ઉપરાંત બેડમિંગ્ટન કોર્ટ બનાવવામાં આવશે.સાત હજારથી વધુ પ્રેક્ષકો બેસી શકે એવી વ્યવસ્થા સ્ટેડિયમમાં કરાશે.

READ ALSO

Related posts

કાર્યવાહી / વિદ્યાર્થીનીઓને ભાજપના પેજ પ્રમુખ બનાવવા લેખિત સૂચના આપનાર આચાર્ય સસ્પેન્ડ, જતા-જતા કરી સ્પષ્ટતા

Karan

રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત

Zainul Ansari

દિલ તો બચ્ચા હૈ જી / મંત્રીઓને બાળપણ યાદ આવ્યું, શિક્ષણમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હીંચકે હિચક્યા

Zainul Ansari
GSTV