GSTV

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 5 ગામોને દત્તક લીધા છે. આદર્શ ગામ યોજના હેઠળ 5 ગામોને ગૃહપ્રધાનએ દત્તક લીધા છે. ગાંધીનગર લોકસભામાં આવતા માણકોલ, મોડાસર, રામનગર, બિલેશ્વરપુરા અને રૂપાલ ગામને દત્તક લીધા છે. મહત્વનુ છે કે ગામડાઓની સ્થિતિમાં સુધારો લાવવા માટે લોકનાયક જયપ્રકાશ નારાયણના જન્મદિવસ 11 ઓક્ટોબર 2014 ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદ આદર્શ ગ્રામ યોજનાની શરૂઆત કરી હતી.

ગોત્રી ડેડિકેટેટ કોવિડ હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધા શરૂ કરવામાં આવી

વડોદરામાં કોરોના સંક્રમણનો સંભવિત ખતરો ટાળવા ગોત્રી ડેડિકેટેટ કોવિડ હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધા શરૂ કરવામાં આવી છે. જેનું ઓએસડી ડોક્ટર વિનોદ રાવ અને અન્ય ડોક્ટરોની ઉપસ્થિતિમાં નિદર્શન કરવામાં આવ્યું. નવ વાયરલેસ ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડે તૈયાર કરેલી સંપૂર્ણ સ્વદેશી લાઈ ફાઈ કોમ્યુનિકેશન યુનિટ પ્રસ્થાપિત કરવામાં આવ્યું. જેના થકી ડોક્ટર કે નર્સ ક્રિટિકલ દર્દીઓનો ડેટા તેમજ સ્વાથ્ય સંબંધી રિપોર્ટ લાઈવ નીહાળી શકશે. તેમજ આઈસોલેશન વોર્ડમાં રહેલા દર્દીઓ ઈન્ટરનેટનો ઉપયોગ કર્યા વિના પણ હોસ્પિટલના ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ સાથે વીડિયો કોલિંગ કરી શકશે. અને તેમને પડતી સમસ્યા જણાવી શકશે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધતી હોવાથી ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને પણ કોરોનાનો રોગનો ચેપ લાગવાની શક્યતા વધી જતી હોય છે. ત્યારે લાઈફાઈ ટેક્નોલોજી ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે.

READ ALSO

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!