ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીતવા અને મતદારોને રિઝવવા દિગ્ગજ નેતાઓની ફોજ ઉતારી છે.આ વચ્ચે એક મહત્વના અહેવાલ સામે આવ્યા છે.જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તબીયત અચાનક લથડી હતી. જેને કારણે તેમની વડોદરા સભા રદ કરવામાં આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીતવા અને મતદારોને રિઝવવા દિગ્ગજ નેતાઓની ફોજ ઉતારી છે.આ વચ્ચે એક મહત્વના અહેવાલ સામે આવ્યા છે.જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તબીયત અચાનક લથડી હતી. જેને કારણે તેમની વડોદરા સભા રદ કરવામાં આવી હતી.

ભાવનગરના તળાજામાં સભા સંબોધ્યા બાદ તેઓ વડોદરા જવાના હતા
મળતા અહેવાલ પ્રમાણે ભાવનગરના તળાજામાં સભા સંબોધ્યા બાદ તેઓ વડોદરા જવાના હતા. પરંતુ નાદુરસ્ત તબીયતને કારણે અમદાવાદ આવી ગયા હતા. જ્યાં તેમણે વેજલપુરમાં સભા સંબોધી હતી. બાદમાં તેમની તબીયત લથડી હતી.

જ્યાં તબીબોએ તેમની સારવાર કરી અને ટુંકી સારવાર બાદ ઘરે આરામ કરવા સલાહ આપી. જેને પગલે અમિત શાહ અમદાવાદમાં તેમના નિવાસસ્થાને આરામ કરી હેઠળ છે. અને તેમના ઘરે તબીબોને ખડેપગે તૈનાત કરાયા છે. પહેલા એવી અહેવાલ હતા કે અમિત શાહને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે એવી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત નથી.
READ ALSO
- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે UCC મુદ્દે લખનઉમાં કરી બેઠક, અસદુદ્દીન ઓવૈસી પણ રહ્યાં હાજર
- ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, જાણો
- છોટાઉદેપુર / નકલી ઈન્કમટેક્સ ઓફિસર બની દરોડા પાડી છેતરપિંડી કરનાર ડોક્ટરના પુત્રની ધરપકડ
- પુરુષોની આ સામાન્ય આદતથી આવી શકે છે ગંભીર પરિણામ, જાણો આ કઈ છે આ આદત
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા