ઇવેન્ટમાં ગર્લફ્રેન્ડ સાથે આ અંદાજમાં જોવા મળ્યા અમિત સાધ, જુઓ Photos

રવિવારે મુંબઈમાં CINTAA એક્ટ ફેસ્ટનું આયોજન કરાયું હતું. આ ઇવેન્ટમાં અનેક બોલીવૂડ હસ્તીઓ હાજર રહિ હતી. એક્ટર અમિત સાધ પણ પોતાની ગર્લફ્રેન્ડ એનાબેલ ડિસાલ્વા સાથે જોવા મળ્યા હતાં. આ ઇવેન્ટમાં બન્નેની એક તસવીર સામે આવી હતી. જેમાં અમિત સાધ ગર્લફ્રેન્ડ એનાબિલ સાથે રોમેન્ટીક પોજ આપતા કેમેરામાં કેદ થયા હતાં. આ દરમિયાન બન્ને ખિલખીલાટ હસ્તા હતાં.

આ સમયે અમિત સાધે વ્હાઈટ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરી હતી. ગર્લફ્રેન્ડ એનાબેલે વ્હાઈટ કલરની ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસમાં જોવા મળી હતી. આ સિવાય અમિતે પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગર્લફ્રેન્ડ સાથેની તસ્વીર શેયર કરી હતી. જે તસવીરમાં એનાબેલ અમિતને કિસ કરતી દેખાય છે. તસ્વીર શેયર કરીને અમિતે કેપ્શનમાં લખ્યું છેકે, આ તે જગ્યા છે, જ્યા અમે છ મહિના પહેલા પ્રથમ વખત મળ્યા હતાં.

મહત્વનું છે કે અમિતની ગર્લફ્રેન્ડ એનાબિલ બ્રાઝીલની ફિટનેસ મોડેલ છે. હાલમાં જ અમિતે વાતનો ખુલાસો કરતા કહ્યું હતું કે,અમે બન્ને રિલેશનશીપમાં છે. વેલેન્ટાઈન-ડેનાં દિવસે પણ બન્નેએ પોતાની એક રોમેન્ટીક તસ્વીર શેયર કરી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter