GSTV
Home » News » અમિત પંઘાલ બોક્સિંગની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર જીતનારો ભારતનો સૌપ્રથમ પુરુષ બોક્સર

અમિત પંઘાલ બોક્સિંગની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર જીતનારો ભારતનો સૌપ્રથમ પુરુષ બોક્સર

ભારતીય બોક્સર અમિત પંઘાલે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ૫૨ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં ઐતિહાસિક સિલ્વર સફળતા મેળવતા નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. અમિત આ સાથે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનારો ભારતનો સૌપ્રથમ પુરુષ બોક્સર બન્યો હતો. 

રશિયામાં ચાલી રહેલી મેન્સ બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આજે ૫૨ કિગ્રા વજન વર્ગનો ફાઈનલ મુકાબલો ખેલાયો હતો, જેમાં ઉઝબેકિસ્તાનના શાખોબિદીન ઝોઈરોવે ભારતના અમિત પંઘાલને ૫-૦થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે અમિતને સિલ્વરથી સંતોષ માનવો પડયો હતો. નોંધપાત્ર છે કે, આ અગાઉ વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ક્યારેય કોઈ ભારતીય બોક્સર બ્રોન્ઝથી આગળ વધી શક્યો નહતો. જોકે અમિતે આ નિરાશાજનક રેકોર્ડને તોડતાં ફાઈનલ રમનારા સૌપ્રથમ ભારતીય પુરુષ બોક્સર તરીકેની સિદ્ધિ હાંસલ કરી હતી. અગાઉ ભારતના મનીષ કૌશિકે ૬૩ કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.

વર્લ્ડ ચેમ્પિયનશીપમાં કુલ ૭૮ દેશોના બોક્સરોએ ભાગ લીધો હતો, જેમાંથી માત્ર નવ જ દેશોના બોક્સરો ફાઈનલમાં પ્રવેશી શક્યા હતા, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. સૌથી ફાઈનલ રમનારા ઉઝબેકિસ્તાનના બોક્સરો હતા, જેમની સંખ્યા ચાર હતી.

READ ALSO

Related posts

દિવાળીમાં બધાથી હટકે લાગવું છે? જાણો કેવી કુર્તીની ફેશન છે ઇન ટ્રેન્ડ

Bansari

એક્ટિંગ શીખવવાના બહાને ગમે ત્યાં સ્પર્શ કરતો…આ એક્ટ્રેસ સાથે ન થવાનું થયું

Bansari

દિવાળીમાં લોકોની નજર તમારા પરથી નહી હટે, ટ્રાય કરો આ હિરોઇન્સનો સાડી લુક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!