GSTV
Home » News » નવ વર્ષે ન્યાય : અમિત જેઠવા હત્યા કેસના તમામ આરોપીઓને આજીવન કેદની સજા

નવ વર્ષે ન્યાય : અમિત જેઠવા હત્યા કેસના તમામ આરોપીઓને આજીવન કેદની સજા

આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા મામલે અમદાવાદની સીબીઆઈ કોર્ટે તમામ આરોપીને આજીવન કેદની સજા ફટકારી. આ કેસમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી, શાર્પશૂટર, શૈલેષ પંડ્યા, પોલીસ કોન્સ્ટેબેલ બહાદુરસિંહ વાઢેર, ઉદાજી ઠાકોર શિવા પચાણ, શિવા સોલંકી અને સંજય ચૌહાણને દોષીને આજીવન કેદની સજા કરવામાં આવી છે.

આ ઉપરાત દિનુ બોઘા અને શિવા સોલંકીને ૧૫ લાખનો દંડ ફટકાવામાં આવ્યો છે. શૈલેષ પંડ્યાને 10 લાખ, ઉદાજી ઠાકોરને 25 હજાર, શિવા પચાણને 8 લાખ, બહાદુરસિંહ 10 લાખ, સંજય ચૌહાણને એક લાખનો દંડ ફટકાવામાં આવ્યો છે. દંડની રકમ અમિત જેઠવાની પત્ની અને તેના બાળકોને આપવામાં આવશે.

કોર્ટે અમિત જેઠવાની પત્નીને 5 લાખ અને બને બાળકોને ત્રણ-ત્રણ લાખ આપવા આદેશ કર્યો. અમિત જેઠવાના પિતાએ આ મામલે જણાવ્યુ હતુ કે, આજે અમને ન્યાય મળ્યો છે. હવે આ લોકોનો પરિવાર રીબાવવો જોઈએ. અમે 10 વર્ષ સુધી રિબાયા છીએ. અમને અનેકવાર ધમકી આપવામાં આવતી હતી. તેમ છતા અમે લડ્યા અને આજે કોર્ટે મહત્વનો ચુકાવો આપ્યો છે. પીડિત પરિવારે તમામ આરોપીઓને ફાંસીની માગ કરી હતી.

આ ઉપરાત દિનુ બોઘા અને શિવા સોલંકીને ૧૫ લાખનો દંડ ફટકાવામાં આવ્યો છે. દંડની રકમ અમિત જેઠવાની પત્ની અને તેના બાળકોને આપવામાં આવશે. અમિત જેઠવાના પિતાએ આ મામલે જણાવ્યુ હતુ કે, આજે અમને ન્યાય મળ્યો છે. પીડિત પરિવારે તમામ આરોપીઓને ફાંસીની માગ કરી હતી.

આજીવન કેદ

  • દિનુ બોઘા
  • શિવા સોલંકી
  • શૈલેષ પંડ્યા
  • બહાદુર સિંહ વાઢેર
  • ઉદાજી ઠાકોર
  • શિવા પાચાણ
  • સંજય ચૌહાણ

આરોપીને દંડ

  • દીનુ બોઘા અને શિવા સોલંકીને 15 લાખનો દંડ
  • શૈલેષ પંડ્યાને 10 લાખનો દંડ
  • શિવા પચાણને 8 લાખનો દંડ
  • બહાદુર સિંહને 10 લાખનો દંડ
  • ઉદાજી ઠાકોરને 25 હજારનો દંડ
  • સંજય ચૌહાણને 1 લાખનો દંડ

હત્યા કેસના તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. આ પહેલા આરોપીને ફાંસીની સજાની માગ કરવામાં આવી હતી. અમદાવાદમાં સીબીઆઈ કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટ આ કેસમાં શાર્પશૂટર, શૈલેષ પંડ્યા, પોલીસ કોન્સ્ટેબેલ બહાદુરસિંહ વાઢેર, ઉદાજી ઠાકોર શિવા પચાણ, શિવા સોલંકી અને સંજય ચૌહાણને દોષી જાહેર કર્યા હતા.

ઉલ્લેખનિય છે કે વર્ષ 2010 માં હાઈકોર્ટ પાસેના સત્યમેવ કોમ્પલેકસ નજીક પોઈન્ટ બ્લેક રેન્જથી અમિત જેઠવાન હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ગુજરાત પોલીસે છ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ભાજપના સાંસદના ભત્રીજા શિવા સોલંકી અને શાર્પ શુટર શૈલેષ પંડયા સામેલ હતા. જેને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. આ મામલે સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવતા સાંસદ દીનું બોઘા સોલંકીની નવેમ્બર 2013માં ધરપકડ કરવામાં આવી હતી.

Read Also

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

બારડોલી : ભાજપ મહામંત્રીની કારે રાહદારીને મારી ટક્કર, કારમાથી મળી આવી દારૂની બોટલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!