અમિત ચાવડાના કહેવા મુજબ, જો કોંગ્રેસ પરિવારની જેમ રહે છે તો તેમને કેમ આમંત્રણ ન આપ્યું?

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના નિવાસ સ્થાને કોંગ્રેસના નારાજ નેતાઓની ગુપ્ત બેઠક યોજાતા કોંગ્રેસમાં હલચલ મચી ગઇ છે. ત્યારે આ મામલે અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યુ કે, કોંગ્રેસમાં તમામ આગેવાનોને મોકળાશથી કામગીરી કરવાની છૂટ છે. કોંગ્રેસમાં આંતરિત લોકશાહી મજબૂત છે. કોંગ્રેસના સિનિયર નેતાઓની મળેલી બેઠક લોકસભાની ચૂંટણી માટે મળી છે.

કોંગ્રેસ પક્ષની વિચારધારા પ્રમાણે પક્ષ સિનિયન નેતાઓને હમેશા તક આપે છે. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યુ કે, સિનિયર અને યુવા નેતાઓને આગળ રાખીને કોંગ્રેસ આગળ વધી રહી છે. અમિત ચાવડાએ આ પ્રકારે થતી બેઠકને આવકારતા કહ્યું હતુ કે, કોંગ્રેસમાં સૌ પરિવારની લાગણીથી જોડાયેલા છે. અને લોકસભા ચૂંટણીને લઈન તૈયારીઓ કરી રહ્યા છે. ભાજપની જેમ કોંગ્રેસમાં દિલ્હીથી રિમોટ કંટ્રોલની માફક કામગીરી થતી નથી. પરંતુ લોકશાહી પરંપરા પ્રમાણે કામગીરી થાય છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter