GSTV

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ગુજરાત કોંગ્રેસ ખખડાવશે કોર્ટના દરવાજા, આક્ષેપો કે ચૂંટણી પંચ જેવી સંસ્થા ભાજપ માટે કરે છે કામ

ગુજરાતમાં આજથી આચાર સંહિતા લાગી ગઈ છે. કારણ કે, આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ છે. રાજ્ય ચૂંટણી પંચે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખો જાહેર કરી છે. જે અંતર્ગત બે તબક્કામાં આ ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બાદમાં નગરપાલિકા તથા પંચાયતોની ચૂંટણીઓ યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે. જ્યારે 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચે મતગણતરી યોજાશે.

મનપાની ચૂંટણીના પરિણામોની પડશે ઈફેક્ટ

આપને જણાવી દઈએ કે, સ્થાનિક ચૂંટણીઓમાં આ વખતે ચૂંટણી પંચે બે અલગ અલગ તારીખે મતગણતરી કરવાનું આયોજન કર્યુ છે. જે અંતર્ગત 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને 23 ફેબ્રુઆરીએ મતગણતરી યોજવાના છે. જેની સીધી અસર મનપાના પરિણામો પર આવશે.

અહીં વાત કરીએ તો, 6 મહાનગર પાલિકાઓમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર માટે મતદાન યોજાશે.

અમિત ચાવડાએ ટ્વીટ કરી ચૂંટણી પંચની કાર્યવાહી પર સવાલો ઉભા કર્યા

ચૂંટણી પંચે આજે જાહેર કરેલી તારીખોને લઈને કોર્ટે અગાઉ આપેલા ચૂકાદાને યાદ કરાવતા કાર્યવાહી પર સવાલો ઉભા કર્યા છે. આજે જાહેર કરેલી તારીખોમાં બે અલગ અલગ તારીખોએ મતગણતરી યોજાવાની છે. જેમાં મનપાની ચૂંટણીના પરિણામોનો ફાયદો સીધી રીતે ભાજપને થઈ શકે છે. તેવો પણ એક આક્ષેપ લાગી રહ્યો છે. ત્યારે આ બાબતની ગંભીરતા જોઈ અમિત ચાવડાએ ટ્વીટ કર્યુ છે.

કોંગ્રેસ ખખડાવશે કોર્ટના દરવાજા, ભાજપના દબાણમાં ચૂંટણી પંચ કામ કરતું હોવાનો આક્ષેપ

ત્યારે આજે જાહેર થયેલી તારીખો પર કોંગ્રેસે સવાલો ઉભા કર્યા છે. સાથે જ ચૂંટણી પંચની કાર્યવાહીને લઈને પણ અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે. કોંગ્રેસના અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સ્થાનિક ચૂંટણી માટે અમે તૈયાર છીએ, તથા જીતના પાક્કા ઈરાદા સાથે અમે જનતાની વચ્ચે જઈશું. જો કે, 2015માં કોર્ટે આપેલા આદેશ છતાં ભાજપના દબાણમાં આવીને મતગણતરીની અલગ અલગ તારીખો જાહેર કરવાના નિર્ણયને અમે કોર્ટમાં ચેલેન્જ આપીશું.

READ ALSO

Related posts

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Pravin Makwana

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર

Pravin Makwana

Boycott China દંભ : આત્મનિર્ભર અને દેશદ્રોહની વાતો વચ્ચે ચીન ફરી ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર, આટલો થયો વેપાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!