GSTV
Home » News » ગુજરાતમાં અમિત ચાવડા હટાવો અભિયાન, પાટીદાર નેતાઓના દિલ્હીમાં ધામા

ગુજરાતમાં અમિત ચાવડા હટાવો અભિયાન, પાટીદાર નેતાઓના દિલ્હીમાં ધામા

ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામુ ધરી દીધા બાદ કોંગ્રેસમાં જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. આશા પટેલે સંગઠનના કોઇ ઠેકાણાં જ નથી તેવો આક્ષેપ કર્યો છે. આ જ મુદ્દે હવે અમિત ચાવડા હટાવો અભિયાન શરું થયું છે. પાટીદાર ધારાસભ્યોએ દિલ્હીમાં ધામા નાખ્યાં છે. આ ઉપરાંત દસથી વધુ અસંતુષ્ટ ધારાસભ્યોએ તો હાઇકમાન્ડને પત્ર લખી સંગઠનમાં આમૂલ ફેરફાર કરવા રજૂઆત કરી છે. સૌરાષ્ટ્ર લાંબી હવે સક્રિય થઈ ગઈ છે. ભરત સિંહ સોલંકીને હટાવ્યા બાદ પણ તેઓ બેક સીટ ડ્રાઈવિંગ કરી રહ્યાં છે. ગુજરાતમાં પરેશ ધાનાણી અને અમિત ચાવડા વચ્ચેની કડવાશ હવે નવી નથી. કોંગ્રેસમાં અંદરો અંદરના ડખાનો ભાજપ ભરપૂર ફાયદો ઉઠાવી રહી છે. કોંગ્રેસમાં નેતાઓની કમી ન હોવાથી કાર્યકરો ઓછા પડી રહયા છે.

અંગત વ્યકિતઓને પ્રદેશના સંગઠનમાં હોદ્દા આપી દેવાયાં

આશા પટેલના રાજીનામા બાદ હાઇકમાન્ડે ગંભીર નોંધ લીધી છે.અમિત ચાવડા હજુય સંગઠનને સક્રિય કરવામાં નિષ્ફળ રહ્યાં છે. ભરતસિંહ સોલંકી સંગઠન પર બેકસીટ ડ્રાઇવ કરી રહ્યાં છે. આ ઉપરાંત અમિત ચાવડાના અંગત વ્યકિતઓને પ્રદેશના સંગઠનમાં હોદ્દા આપી દેવાયાં છે. આવી ફરિયાદો છેક દિલ્હી દરબારમાં પહોંચી છે.

પાટીદાર ધારાસભ્યોની ય એક ગુપ્ત બેઠક મળી

આજે ધારાસભ્ય લલિત વસોયા, ધારાસભ્ય લલિત કગથરા અને ધારાસભ્ય કિરીટ પટેલ દિલ્હી પહોંચ્યાં છે. અહેમદ પટેલને મળીને તેમણે સંગઠનની વર્તમાન સ્થિતી અંગે રજૂઆત કરશે. એવી ચર્ચા છે કે, પાટીદાર ધારાસભ્યોની ય એક ગુપ્ત બેઠક મળી હતી. એવી ય જાણકારી મળી છેકે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દસેક ધારાસભ્યોએ હાઇકમાન્ડને પત્ર લખી ગુજરાત કોંગ્રેસની વાસ્તવિકતા વિશે રજૂઆત કરી છે.તેમણે પત્રમાં સ્પષ્ટ ચિમકી આપી છેકે, જો આ સ્થિતીમાં સુધારો નહી આવે તો, લોકસભાની ચૂંટણી પહેલાં ઘણાં ધારાસભ્યો પક્ષ છોડી શકે છે. આમ,ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ વિરુધ્ધ અસંતોષનો ચરુ ઉકળ્યો છે. આ જોતાં હાઇકમાન્ડે આખોય મામલો થાળે પાડવા કવાયત શરુ કરી છે.

Related posts

રાજ્યમાં વધ્યો ગરમીનો પારો,યલો એલર્ટ જાહેર કરાયુ

Path Shah

ભારત ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે તો મસૂદ અઝહર મુદે ટેકો આપીશું: જગત જમાદારની ભારતને દમદાટી

Riyaz Parmar

માત્ર એક તસ્વીરે વિસ્તારા એરલાઈન્સની હાલત બગાડી

Path Shah