GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કહી દીધું, તેમનું ‘હાર્દિક’ સ્વાગત છે

hardik patel

પાટીદાર નેતા હાર્દિક પટેલે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે પરંતુ તે ક્યાંથી અને કયા પક્ષની ટિકિટ પર ચૂંટણી લડશે તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે. જોકે હાર્દિક કોંગ્રેસમાંથી ટિકિટ લઈ ચૂંટણી લડે તેવી સંભાવના છે. આ અંગે જ્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પૂછવામાં આવ્યું તો તેમણે ઈશારામાં જ કહી દીધુ કે જો યુવા આંદોલનકારી નેતા કોંગ્રેસમાં આવતા હોય તો તેમનુ હાર્દિક સ્વાગત છે. જોકે એટલુ પણ સ્પષ્ટ કર્યુ કે હાર્દિક કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાનો છે તેની કોઈ પ્રપોઝલ તેમની પાસે આવી નથી.

અમરેલી બેઠક

કોંગ્રેસે પાસ કન્વિનર હાર્દિક પટેલને અમરેલી બેઠકથી લોકસભા ચૂંટણી લડવાની ઓફર કરી છે. ત્યારે યુપીના લખનઉંમાં સંબોધન કરતા હાર્દિકે કહ્યું હતું કે તે લોકસભા ચૂંટણીમાં ઝંપલાશે. જોકે કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી.જોકે, તે અમરેલી અથવા મહેસાણામાંથી ચૂંટમી લડશે એ ફાયનલ છે. કારણ કે આ જ 2 બેઠકો છે ત્યાં પાસનું આજે પણ અસ્તિત્વ છે.

કોંગ્રેસે કરી હતી મદદ

હાર્દિક પટેલે વિધાનસભામાં ભાજપને પછાડવા માટે કોંગ્રેસને ભારે મદદ કરી હતી. પાસનું આજે મજબૂત અસ્તિત્વ ન હોવા છતાં હાર્દિક પટેલનો પડતો બોલ ઝિલવા માટે પાટીદાર યુવાનો આજે પણ તૈયાર છે. ગુજરાતમાં પાસનું સૌથી વધુ સક્રિય આંદોલન મહેસાણા, સુરત અને અમરેલીમાં ચાલી રહ્યું છે. આજે ભલે સરકારે આ આંદોલનને દાબી દેવામાં સફળતા મેળવી છે પણ જો સવર્ણોને અનામત મામલે ફરી વિવાદ થયો તો આ 3 જિલ્લામાં ભડકા થવાની પૂરી સંભાવના છે. એટલે જ ભાજપ પણ અમરેલી અને મહેસાણાની સીટ કોંગ્રેસને ફાળે જશે તેવા ગણિતો માંડીને બેઠી છે.

શું કહે છે હાર્દિકના ગ્રહો ?

લોકસભાની ચૂંટણી ૨૦૧૯ ગ્રહોની પરિસ્થિતિ અને પક્ષના સમીકરણ આ વખતે ઘણી બાબતો સૂચવી જાય છે, ઓગષ્ટ ૨૦૧૫થી પાટીદાર અનામત આંદોલન પણ ઘણું સંઘર્ષમય રહ્યું. તેમાં પણ તેમના નેતાઓને પણ ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા, તેમાંના એક નેતા હાર્દિક પટેલના જન્મના ગ્રહ યોગ અને લોકસભા ચૂંટણી ૨૦૧૯ અંગેની જ્યોતિષ ગણતરીથી કેટલીક સંભાવના જોઈએ તો. હાર્દિક પટેલને હાલ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી કેતુની વિષોતરી મહાદશા ચાલે છે તેમજ તેમાં સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી શુક્રની અંતરદશા ચાલે છે, વધુમાં તેમને શુક્ર અને કેતુની યુતિ પણ છે. એપ્રિલ, મે ૨૦૧૯ દરમિયાન સૂર્ય અને મંગળ જેવા ગ્રહ પણ ઉત્સાહિત કરે તેવી ચાલ વાળા જોવા મળે છે.

હાર્દિકના માનીતા 10 લોકોને અપાઈ ટિકીટ

હાર્દિકના ભાજપમાં જવાની તો હાલ કોઈ શક્યતા નથી. એટલે કાં તો હાર્દિક કોંગ્રેસમાંથી લડશે અને કાં તો અપક્ષ તરીકે મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી લડવાની પ્રબળ શક્યતા છે. જેના કેટલાક કારણો પણ છે. હાર્દિક છેલ્લા ઘણા સમયથી બેકસીટ પર રહીને કોંગ્રેસને સપોર્ટ કરે છે. હાર્દિકે પાટીદાર અનામત આંદોલનથી ભાજપની પરંપરાગત વોટબેંક તોડી છે. તેણે ગુજરાતમાં ભાજપ વિરોધી માહોલ ખડો કરવામાં રોલ ભજવ્યો છે. પાટીદારોને ફરી કોંગ્રેસ તરફ વાળવામાં તેની ભૂમિકા રહી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પડદા પાછળ રહીને કોંગ્રેસને ઘણી મદદ કરી છે. હાર્દિકના મનાતા આશરે 10 લોકોને કોંગ્રેસે ટિકિટ આપી હતી. જેમાંથી આઠ ધારાસભ્યો બન્યા છે. લોકસભા ચૂંટણીમાં હાર્દિક કોંગ્રેસમાં જોડાય તો પાટીદારોના મતો અંકે કરવામાં સફળતા મળી શકે છે.

READ ALSO

Related posts

ટ્રેડવોર: કોર્પોરેટ લીડર્સનો બેઈજિંગ પરનો વિશ્વાસ હવે ઘટ્યો, અબજોમાં પડશે ભારત વિવાદ

Ankita Trada

દાહોદ જિલ્લા ભાજપમાં આ ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ, એસસી મોરચાના મહામંત્રીની રાજીનામાની ચીમકી બાદ રાજકારણ ગરમાયું

Nilesh Jethva

સરકારની મનમાની : VVIP લોકોનો જીવ બચાવવા દવાને કરી રાખે છે સ્ટોક, ગરીબોનું જે થવું હોય તે થાય!

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!