GSTV

ગદર-2/ 20 વર્ષ બાદ ફરી એક વાર તારા સિંહ અને સકીનાના લુકમાં દેખાયા સની દેઓલ અને અમીષા પટેલ

Last Updated on December 1, 2021 by Pravin Makwana

બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ ફરી એક વાર બોલિવૂડમાં કમબૈક કરવા જઈ રહી છે. તેમણે અભિનેકા સની દેઓલ સાથે પોતાની અપકમિંગ ફિલ્મ ગદર-2નું શૂટીંગ શરૂ કરી દીધું છે. એક્ટ્રેસે પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર શૂટીંગની અમુક તસ્વીરો શેર કરતા પોતાના ફેન્સને ખુશખબરી આપી છે. ફોટોમાં અમીષા અને સની ફરી એક વાર તારા સિંહ-સકીનાના ગેટઅપમાં જોવા મળ્યા હતા. બંનેને જેવી આ તસ્વીર સામે આવી કે, તુરંત વાયરલ થઈ ગઈ હતી. લોકો એક્ટ્રેસની આ તસ્વીર પર ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આ ફિલ્મનું શૂટીંગ હાલ હિમાચલ પ્રદેશમાં થઈ રહ્યું છે.

શૂટીંગના સેટ પરથી વાયરલ થયો ફોટો

ફિલ્મ શૂટીંગ સેટની તસ્વીર શેર કરતા અમીષા પટેલે કેપ્શનમાં લખ્યું છે કે, ગદર-2 મુહૂર્ત શૉટ. તેની સાથે તેણે આર્મી જનરલ સુરેન્દ્ર સિંહ અને રોહિત જયકાયને ટૈગ કરતા શૂટીગ સેટ પર ટાઈમ વિતાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અહીં આપેલા ફોટોમાં પણ આપ તે જોઈ શકશો. અમીષા વ્હાઈટ સૂટ અને યેલો દુપ્પટોમાં દેખાઈ રહી છે. તો વળી તેની પાસે બેઠેલા સની દેઓલે માથા પર પાઘડી બાંધી બીજી બાજૂ જોઈ રહ્યા છે. ફોટોમાં બાકીની ટીમના લોકોની સાથે આર્મી ઓફિસર પણ દેખાઈ રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં સની દેઓલ, અમીષા પટેલ ઉપરાંત ઉત્કર્ષ શર્મા પણ દેખાશે. ગદર સની-અમીષાના કરિયરની સૌથી સફળ ફિલ્મ છે. જેની સિક્વલની સાથે તે સિનેમાઘરોમાં પણ ફરીથી ઈતિહાસ રચવા માગે છે. આ ફિલ્મ 2022માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

READ ALSO

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!