GSTV
Home » News » અબકી પાર 400 કે પાર : અમિત શાહ ગુજરાતથી કરશે પ્રારંભ, આ છે માસ્ટરપ્લાન

અબકી પાર 400 કે પાર : અમિત શાહ ગુજરાતથી કરશે પ્રારંભ, આ છે માસ્ટરપ્લાન

2019ની લોકસભા ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે, તો કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ બની ગઈ છે. આ ચૂંટણી જીતવા ભાજપે જમીન સ્તરથી કાર્યક્રમની શરૂઆત કરી દીધી છે. આગામી દિવસોમાં ભાજપનું પ્રચાર અભિયાન વેગ પકડશે. ચૂંટણી પ્રચારનો પ્રારંભ ભાજપ અમદાવાદથી કરશે. આ વખતે અનેક પ્રચાર કાર્યક્રમોની ભરમાર જોવા મળશે. ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમદાવાદથી પ્રચારનાં શ્રીગણેશ કરશે. આગામી 12 ફેબ્રુઆરીએ મારૂ ઘર-ભાજપનું ઘર” સૂત્ર સાથે ઠેર ઠેર ભાજપનાં ધ્વજા-પતાકા અને ઝંડા લગાવવાનો અભિયાનનો પ્રારંભ અમિત શાહ કરાવશે. આ ઉપરાંત દરેક લોકસભા બેઠક દીઠ ભાજપનો પ્રચાર રથ ભ્રમણ કરશે. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપે 400 લોકસભા બેઠકો અંકે કરવાનો પ્રયાસ કરવામાં અત્યારથી લાગી ગઈ છે. તે માટે ભાજપનાં પાયાનાં કાર્યકરથી માંડીને રાષ્ટ્રીય નેતાઓ સુધીનાં તમામ ઘર-ઘર ખુંદતા જોવા મળશે.

લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે ગાંધીનગરમાં ભાજપનાં શક્તિકેન્દ્ર ઇન્ચાર્જનું એક સંમેલન યોજાયુ હતું. સાબરકાંઠા,ગાંધીનગર, અમદાવાદ પૂર્વ-પશ્ચિમ લોકસભા ક્ષેત્રના બૂથ લેવલનાં કાર્યકરોનું એક વિશાળ સંમેલન ગઈ કાલે ગાંધીનગર ખાતે યોજાયું હતું. આ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી,પ્રદેશ ભાજપાધ્યક્ષ જીતુ વાઘાણી સહિતનાં નેતાઓ હાજર રહ્યા હતાં. રૂપાણીએ કહ્યું હતું કે, ‘છેવાડાના માનવીની સેવા, અંત્યોદયની ભાવના, ઇમાનદાર શાસનની કર્તવ્ય પરાયણતા સાથે આપણે ગુજરાત અને ભારતની ભૂમિને કોંગ્રેસના પરિવારવાદ, જાતિવાદ, ભ્રષ્ટાચારયુક્ત માનસિક્તામાંથી મુક્ત કરવાની છે. કેન્દ્ર સરકારની જનધન યોજના, સ્વચ્છ ભારત યોજના, ઉજ્જવલા યોજના, સહિતની લોકકલ્યાણકારી યોજનાઓ જન-જન સુધી પહોંચાડવામાં આવે.’

ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે “મેરા બૂથ-સબસે મજબૂત” સૂત્ર અપનાવી કામે લાગી જવા કાર્યકરોને શીખ આપી હતી. “અબકી બાર-મોદી સરકાર” સાથે કેન્દ્રમાં ભાજપ ફરી સત્તારૂઢ થાય તે દિશામાં કામ કરવા આહવાન કર્યુ હતું. લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને 21 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી કાર્યકરો વિસ્તારકો તરીકે દરેક બૂથને બે દિવસ ફાળવશે. જેમાં કેન્દ્ર સરકારની યોજનાથી લોકોને અવગત કરાવાશે. આ સાથે જ દરેક કાર્યકર્તા પ્રત્યેક બૂથનાં પ્રબુદ્ધ-પ્રતિષ્ઠિત નાગરિકોને મળશે. 26 ફેબ્રુઆરીએ કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓનાં લાભાર્થીઓ કમળદિપ પ્રગટાવી વિકાસની દિવાળી મનાવશે.

મિશન 400 માટે ગુજરાત ભાજપ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ૨૧ ફેબ્રુઆરીથી ૧૦ માર્ચ સુધી વિસ્તારકો પ્રત્યેક બૂથને બે દિવસ ફાળવીને પ્રત્યેક બૂથમાં સન્માનિય-પ્રતિષ્ઠિત નાગરિકને મળશે.

મિશન 400 માટે ગુજરાત ભાજપનો પ્રાચર કાર્યક્રમ

  • ૨૬ ફેબુ્રઆરીએ સમગ્ર દેશના પ્રત્યેક વિસ્તારોમાં સરાકારી યોજનાનાં લાભાર્થીઓ કમળદિપ પ્રગટાવીને વિકાસની દિવાળી ઉજવશે.
  • ૨૪ ફેબુ્રઆરીએ યોજાનારા ‘મન કી બાત’ કાર્યક્રમને કાર્યકરો બૂથ લેવલે એકત્રિત થઇને સાંભળશે.
  • ૨ માર્ચે સમગ્ર દેશના પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના કાર્યકરો બાઇક રેલી યોજીને સમગ્ર વાતાવરણને કેસરીયું બનાવશે.
  • ‘ભારત કે મન કી બાત -મોદીજી કે સાથ’ એ વિભાવના હેઠળ ભાજપનો પ્રચાર રથ દરેક લોકસભા વિસ્તાર દિઠ ભ્રમણ કરશે. જેમાંથી યોગ્ય સૂચનોને આગામી ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરાશે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં બપોરનાં ત્રણ વાગ્યા સુધીમાં 43.78 અને હરિયાણામાં 3.30 વાગ્યા સુધીમાં 50.59 ટકા થયુ મતદાન

Mansi Patel

હરિયાણામાંથી ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે, કોંગ્રેસ પૂર્ણ બહુમતિ સાથે સરકાર રચશે

Nilesh Jethva

ભારતીય આર્મીએ PoKમાં મચાવી તબાહી તો બોખલાયું પાકિસ્તાન, ફેલાવી રહ્યું છે આ જુઠ્ઠાણું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!