બોલીવુડ એક્ટર આમિર ખાનની લાડલી ઇરા ખાન અભિનયની દુનિયાથી દૂર છે. પરંતુ તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. રૂપેરી પડદાની ઝાકઝમાળથી ઇરા દૂર જ રહેવાનું પસંદ કરે છે પરંતુ પોતાની તસવીરોને કારણે તે લાઇમલાઇટમાં રહે છે.

તાજેતરમાં જ ઇરાની શૉર્ટસ અને બિકીનીમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ છવાયેલી રહી. મિસ્ટર પરફેક્ટનિસ્ટની દિકરી આમિર ખાનની હવે નવી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. તસવીરોમાં તેની સ્ટાઇલ અને અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે.


ઇરા ખાને જે નવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે તે તસવીરોને જોઇને લાગે છે કે ઇરાએ મોડેલિંગની દુનિયામાં ડેબ્યૂ કર્યુ છે. આ તસવીરોમાં ખૂબ જ ગ્લેમરસ, હૉટ અને સિઝલિંગ લાગી રહી છે. તેના આઉટફિટ ઘણા ડિફરન્ટ છે. આમિર ખાનની દિકરીએ તસવીરોમાં ખૂબ જ અતરંગી કપડા પહેર્યા છે જેમાં તે ખૂબસુરત લાગી રહી છે. જે ત્રણ તસવીરો ઇરાએ શેર કરી છે, તેમાં ઇરાનો બોલ્ડ લુક સામે આવ્યો છે.

ઇરાની આ તસવીરો પર ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે ઇરા ખાન નિર્દેશનના ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવવા માગે છે. તેના ડાયરેક્શન હેઠળ બનેલો પહેલો પ્લે આ વર્ષે ડિસેમ્બરમાં રિલિઝ કરવામાં આવ્યો હતો. આ પ્લેમાં ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલ કિચ મુખ્ય ભુમિકામાં છે. તેની એક ઝલક ઇરાએ પોતાના ઇન્સ્ટાગરામ પર શેર કરી હતી.

ઇરા ખાન, આમિર ખાન તેની પહેલી પત્ની રીના દત્તાની દિકરી છે. પહેલી પત્નીથી આમિરના બે બાળકો છે ઇરા અને જુનૈદ. વર્ષ 1986માં બંનેના લગ્ન થયા હતાં, પરંતુ 2002માં બંને એકબીજાથી અલગ થઇ ગયાં. બંનેએ છૂટાછેડા લઇ લીધાં. તે બાદ આમિર ખાને વર્ષ 2005મા કિરણ રાવ સાથે લગ્ન કર્યા. બંનેનો એક દિકરો છે આઝાદ, જેનો જન્મ વર્ષ 2011માં થયો હતો.
Read Also
- કેન્દ્રીય કર્મચારીઓ માટે ડબલ ખુશ ખબર, વધેલ મોંઘવરી ભથ્થા સાથે આવશે સેલરી
- કામની વાત/ ઝીરો બેલેન્સમાં ખોલાવો જનધન ખાતુ, મળશે 10 હજાર રૂપિયાનો લાભ
- કોરોના વોરિયર્સને જ અન્યાય, કોરોનાકાળમાં સતત કામ કરનાર કોરોના વોરિયર્સ પગારથી વંચિત !
- RBIની બેંકોને લઇ ગંભીર ચેતવણી : ફસાયેલ દેવાનું લેવલ 14.8% સુધી જઈ શકે છે
- જંગલમાં બે ટાઈગરો વચ્ચે થઈ જોરદાર લડાઈ, વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો