GSTV
Home » News » ગુજરાતમાં એમ્સ મામલે ભાજપમાં ડખ્ખા, ધારાસભ્યોએ સીએમ સામે ઠાલવ્યો આક્રોશ

ગુજરાતમાં એમ્સ મામલે ભાજપમાં ડખ્ખા, ધારાસભ્યોએ સીએમ સામે ઠાલવ્યો આક્રોશ

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને એમ્સ ફાળવણીના મુદ્દે ભાજપમાં ફરીથી કકરાટ ઊભો થયો છે. આજે સાંજે મધ્ય ગુજરાતના ભાજપના આઠથી વધુ ધારાસભ્યોએ આઠથી વધુ ધારાસભ્યોએ ભાજપના આઠથી વધુ ધારાસભ્યોએ ગાંધીનગરમાં સ્વર્ણિમ વન સંકુલમાં આવેલી મુખ્યમંત્રીની ઓફિસમાં જઇને જઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે. જેમાં આ સભ્યોએ બળાપો ઠાલવતા જણાવ્યું છે કે અમને સૌરાષ્ટ કે રાજકોટમાં એમ્સની ફાળવણી થાય તેમાં કોઇ જ વાંધો નથી.

અમે રાજકોટના કે અન્ય કોઈ પ્રાંતના વિરોધીઓ પણ નથી પરંતુ વડોદરામાં જો Aiimsની ફાળવણી કરવામાં આવે તો અહીંના નાગરિકોને તમામ સારવાર મળી શકશે. વડોદરા મધ્યમાં હોવાથી આદિવાસી પટ્ટામાં રહેતા લાખો આદિવાસી નાગરિકોને પણ Aiimsનો લાભ મળી શકશે. ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકો માટે પણ વડોદરામાં આવીને સારવાર કરવાનું સરળ બનશે. 

અત્રે નોંધનીય છે કે ડિસેમ્બર 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે નવ બેઠક સાથે સરકાર રચી હતી પરંતુ અને મધ્ય ગુજરાતના ધારાસભ્યોને ખાસ કોઈ સ્થાન અપાયું નથી. જેને પગલે મધ્ય ગુજરાતના ધારાસભ્યોના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ પણ એક વર્ષ પહેલા ઉગ્ર રજૂઆત કરી હતી.

વર્ષ પહેલા ઉગ્ર રજૂઆત કરી હતી ત્યારબાદ વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને વિધાનસભા ગૃહના અધ્યક્ષ બનાવ્યા હતા પરંતુ કેબિનેટમાં મધ્ય ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિની બાદબાકી થઇ હોવાથી ધારાસભ્યોમાં નારાજગી છે.

વડોદરામાંથી ભાજપની બેઠક પર સતત છ વખત ચૂંટાયા છતાં યોગેશ પટેલને મંત્રીપદ નહીં અપાતા રોષ વ્યાપેલો હતો ત્યારબાદ તાજેતરમાં જ એટલે કે પાંચેક મહિના પહેલા વડોદરાના જ ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને સરકાર સમક્ષ એવી ફરિયાદ કરી હતી કે તેઓ જ્યારે સચિવાલયમાં આવે છે ત્યારે કેટલાક મંત્રીઓ પણ તેમને મળવા માટેનો સમય ફાળવતા નથી એટલું જ નહીં સ્થાનિક વિસ્તારના લોકોના તેમજ સ્થાનિક વિસ્તારોના રોડ રસ્તા જેવા નિયમ મુજબના કામો પણ કરવામાં આવતા નથી.

ચૂંટાયેલા પ્રતિનિધિઓની અવગણના કરવામાં આવે છે. સનદી અધિકારીઓ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે માટે આવા અધિકારીઓને પાઠ ભણાવવા તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. એ સમયે સરકારે તેઓને યોગ્ય કરવાની ખાતરી આપી હતી પરંતુ કોઇ જ કાર્યવાહી કે પગલા લીધા નથી. આવી સ્થિતિમાં હવે ફરીથી એમ્સની ફાળવણી સૌરાષ્ટ્રના રાજકોટને થાય તેવી વાતો થઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે રાજકોટના છે અને રાજકોટમાંથી જ ચૂંટાયેલા છે. ચૂંટણીના આગલા દિવસે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા કે એમ્સની ફાળવણી રાજકોટને કરી દેવાય છે. જેની જાહેરાત આગામી દિવસોમાં કરાશે. જેને જીતુ વાઘાણી અને ઉર્જા મંત્રી સૌરભ પટેલે પણ સમર્થન આપ્યું હતું.

બીજીબાજુ મધ્ય ગુજરાતના મોટાભાગના ભાજપના ધારાસભ્યોની લાગણી એવી છે કે એઇમ્સની ફાળવણી વડોદરાને થવી જોઈએ વાઈબ્રન્ટ સમિટના ઉદ્ઘાટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવે ત્યાર પહેલાં જ એમ્સની ફાળવણીની જાહેરાત થઈ જાય તેવી શક્યતાઓ છે. જેને પગલે મધ્ય ગુજરાતના ધારાસભ્યો આજે સાંજે મુખ્યમંત્રીને મળીને Aiimsની ફાળવણી વડોદરાને થાય તેવા આક્રોશ સાથે રજૂઆત કરી હતી.

અત્રે એ બાબત પણ નોંધનીય છે કે વડોદરાના અને મધ્ય ગુજરાતના ભાજપના ધારાસભ્યોએ આવી રજૂઆત કરવા માટે મુખ્યમંત્રી સમક્ષ અગાઉથી કોઈ સમય લીધો નહોતો. આજે એકાએક અને અચાનક જ આ રજૂઆત કરીને સરકારને ચોંકાવી દીધી છે. આગામી સમયમાં ગુજરાતના ધારાસભ્યો કેવું વલણ અપનાવે છે તે જોવું રસપ્રદ બનશે.

Related posts

વિશ્વમાં સૌ પ્રથમ આ ટેકનોલોજીનો અમદાવાદમાં થશે ઉપયોગ, ઈમરજન્સી સેવામાં થશે લાભ

Nilesh Jethva

ભારત સરકાર માછીમારોની આજીવિકાનું સાધન ગણાતી બોટ મુક્ત કરાવવામાં નિષ્ફળ, પાકિસ્તાને કરી હરાજી

Nilesh Jethva

ભારતમાં ડાઉન થયુ વોટ્સએપ, સ્ટિકર્સ અને મીડિયા ફાઈલ્સ મોકલવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!