સરહદ મુદ્દે ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતીય સેના ફરી એક વાર અમેરિકાથી 72 હજાર સી.જી. 716 રાયફલોની માંગ કરી રહી છે. એસોલ્ટ રાઇફલ્સની બીજી બેચ માટે ઓર્ડર આપવામાં આવી રહ્યો છે. પ્રથમ બેચમાં 72 હજાર રાઇફલ્સના ઓર્ડર પહેલાથી જ યુ.એસ.થી ભારત મોકલવામાં આવ્યા છે અને સેના દ્વારા નોર્ધન કમાન્ડ અને અન્ય ઓપરેશનલ વિસ્તારોમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારતે રાઇફલ્સની ખરીદી કરવા માટે લીધો આ નિર્ણય
સંરક્ષણ સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે, અમે સશસ્ત્ર દળોને આપવામાં આવેલી નાણાકીય શક્તિ હેઠળ વધુ 72 હજાર રાઇફલો મંગાવવાના છીએ. આતંકવાદ વિરોધી કામગીરીને આગળ ધપાવવા માટે ભારતીય સેનાને એસોલ્ટ રાઇફલ્સની પહેલી બેચ મળી છે. ફાસ્ટ ટ્રેક પ્રાપ્તિ (એફટીપી) કાર્યક્રમ અંતર્ગત ભારતે રાઇફલ્સની ખરીદી કરી છે.

નવી રાઇફલ્સ હાલમાં ભારતીય સૈન્ય આર્મ્સ સિસ્ટમ (INSAS) 5.56×45 મીમી રાઇફલ્સની જગ્યા લેશે જે સુરક્ષા દળો દ્વારા હાલમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે. ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડમાં જ સ્થાનિક રીતે ઇન્સાનું ઉત્પાદન કરવામાં આવતું હતું. યોજના મુજબ આતંકવાદ વિરોધી કામગીરી અને નિયંત્રણ રેખાની આગળની લાઈન ડ્યુટીમાં આશરે 1.5 લાખ આયાતી રાઇફલ્સનો ઉપયોગ થવાનો હતો. જ્યારે, બાકીના દળોને એકે – 203 રાઇફલ્સ અપાશે, જેનું નિર્માણ અમેઠી ઓર્ડિનેન્સ ફેક્ટરીમાં ભારત અને રશિયા કરશે.
બંને તરફથી ઘણી પ્રક્રિયાગત સમસ્યાઓ હોવાને કારણે, આ પ્રોજેક્ટ પર કામ શરૂ થવાનું બાકી છે. ભારતીય સૈન્ય લાંબા સમયથી ઈન્સાસ એસોલ્ટ રાઇફલ્સને બદલવાની કોશિશ કરી રહ્યું હતું, પરંતુ અન્ય કારણોસર તે શક્ય નહોતું. તાજેતરમાં, આ બંદૂકોની અછતને કારણે સંરક્ષણ મંત્રાલયે લાઇન મશીન ગનને ઇઝરાઇલથી આયાત કરવાનો આદેશ આપ્યો હતો. પૂર્વી લદ્દાકમાં ભારત અને ચીન સામ-સામે છે અને ચીનના સૈન્યે કોઈપણ ઉશ્કેરણી કર્યા વિના મેના પહેલા અઠવાડિયાથી 20,000 થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે.
- શિયાળામાં ગરમ પાણીથી નહાતા હોવ તો થઈ જાઓ સાવધાન, સારા સ્વાસ્થ્ય માટે આ 10 ભૂલોથી પણ બચો
- નવા સર્વેમાં થયો મોટો ખુલાસો, ધૂમ્રપાન અને શાકાહારી લોકોમાં વાયરસનું ઓછું થાય છે સંક્રમણ
- ફરી સામે આવી પાકિસ્તાનની બેવડી નીતિ, દક્ષિણ આફ્રિકન ક્રિકેટ ટીમના ભારતીય એનાલિસ્ટ પ્રસન્નાને ના આપ્યા વિઝા
- ભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’
- મમતા બેનર્જીએ શતાબ્દી પર બ્રેક લગાવી/ પાર્ટી છોડે તે પહેલા આપી દીધું મોટું પદ, નહીં ધારણ કરે ભગવો