GSTV

કોરોના / સખત વિરોધ વચ્ચે આ દેશમાં રસીકરણ અભિયાનને અપાયો વેગ, 5 થી 11 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ

બૂસ્ટર

Last Updated on January 15, 2022 by Bansari

દુનિયા ભરમાં કોરોના સંક્રમણના લાખો કેસો ફરીથી સામે આવી રહ્યાં હોવાથી રસીકરણ અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર વોલ્સોનારોએ વિરોધની વચ્ચે બાળકોનાં રસીકરણને મંજૂરી આપી દીધી છે. શુક્રવારે બ્રાઝીલમાં 5 થી 11 વર્ષના બાળકોનું રસીકરણની શરૂઆત કરી દેવામાં આવ્યું છે. હોસ્પિટલમાં રાજ્યના ગવર્નર જોઆઓ ડોરિયાની ઉપસ્થિતિમાં બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. પહેલી રસી 8 વર્ષના બાળકને આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે,બ્રાઝીલમાં અન્ય લોકોનાં રસીકરણની શરૂઆત જાન્યુઆરી 2021માં શરૂ કરવામાં આવી હતી.

કોરોના વેક્સિન

વિશ્વભરમાં કોરોનાનો વધતો સકંજો

વિશ્વભરમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે. દિવસેને દિવસે કોરોના દુનિયાના મોટાભાગના દેશોને પોતાના ભરડામાં લઇ રહ્યો છે. સતત કોરોનાનો ફૂંફાડો વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં કોરોનાની ઘાતક લહેર ફરી વળી છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં ફરી 32 લાખ કેસ નોંધાયા છે. છેલ્લા 72 કલાકની વાત કરીએ તો આ આંકડો 1 કરોડને પાર પહોંચી ગયો છે. તેવામાં વિશ્વની મહાસત્તા અમેરિકા કોરોનાનો માર સહન કરી રહ્યું છે. દુનિયાના સૌથી વધુ કેસ અમેરિકામાં જ નોંધાયા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમેરિકામાં 8 લાખથી વધુ લોકો આ ઘાતક વાયરસની ઝપેટમાં આવ્યાં છે. અમેરિકામાં એક્ટિવ કેસનો આંકડો પર 2.22 કરોડ સુધી પહોંચી ગયો છે.

કોરોના
  • વિશ્વભરમાં કોરોનાના ઘાતક રાઉન્ડથી ફફડાટ
  • છેલ્લાં 24 કલાકમાં વિશ્વમાં ફરી 32 લાખ કેસ
  • 72 કલાકમાં જ વિશ્વમાં 1 કરોડ નવા કેસ!
  • અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં 8 લાખ+ કેસ
  • અમેરિકામાં એક્ટિવ કેસ હવે 2.22 કરોડ
  • ફ્રાન્સમાં 24 કલાકમાં જ 3.29 લાખ નવા કેસ
  • ફ્રાન્સમાં એક્ટિવ કેસનો આંક હવે 45 લાખ
  • ઇટાલીમાં 24 કલાકમાં 1.86 લાખ નવા કેસ
  • સ્પેનમાં 24 કલાકમાં 1.62 લાખ નવા કેસ
  • આર્જેન્ટિનામાં 24 કલાકમાં 1.40 લાખ કેસ
  • ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં 1.34 લાખ કેસ
  • બ્રાઝીલમાં ફરી એકવાર કોરોનાનો નવો વેવ
  • બ્રાઝીલમાં 24 કલાકમાં 1 લાખ+ નવા કેસ
કોરોના

યુરોપની વાત કરીએ તો ફ્રાન્સમાં 24 કલાકમાં જ 3.29 લાખ નવા કેસ સામે આવ્યાં છે. અહીં એક્ટિવ કેસનો આંક હવે 45 લાખ થઇ ગયો છે. ઇટાલીમાં 24 કલાકમાં 1.86 લાખ નવા કેસ નોંધાયા છે. સ્પેનની વાત કરીએ તો અહીં એક જ દિવસમાં 1.62 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયામાં પણ કોરોનાએ કોહરામ મચાવ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં અનુક્રમે 1.40 લાખ અને 1.34 લાખ કેસ આવ્યા છે. બ્રાઝીલમાં સ્થિતિ સ્ફોટક બનતી જઇ રહી છે. અહીં કોરોનાનો નવો વેવ આવ્યો છે. અહીં 24 કલાકમાં 1 લાખ કેસ નોંધાયા છે. સાથે જ યુકેની વાત કરીએ તો અહીં પણ કોરોનાના 1 લાખ કેસ નોંધાયા છે.

Read Also

Related posts

દાવ થઈ ગયો/ પતિ સાથે ઝઘડો થયો તો પત્નીએ મિલાવટની પોલ ખોલી નાખી, ખાદ્ય વિભાગને કહ્યું-પતિ બનાવે છે નકલી ઘી

Pravin Makwana

Free Ration News : મફત અનાજ મેળવવા બસ કરો આ કામ, સરકારે ગરીબોને આપી રાહત

Vishvesh Dave

USAમાં વેપારની તક : અહીં બેઠા અમેરિકામાં વેચાણ કરવું છે? Walmart આપે છે, માર્કેટમાં પ્રવેશવાનો વિકલ્પ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!