GSTV
Home » News » ભૈયાજી જોશીએ મોદી સરકારને લીધી નિશાને, કેન્દ્ર સરકાર વિશે કહ્યુ આવું

ભૈયાજી જોશીએ મોદી સરકારને લીધી નિશાને, કેન્દ્ર સરકાર વિશે કહ્યુ આવું

સરકાર દ્વારા અયોધ્યામાં રામ મંદિર બનાવવાની પહેલ ન કરવાથી નારાજ સંઘે હવે કેન્દ્રની સરકારને સીધી રીતે ઘેરવાની શરૂ કરી છે. સંઘમાં બીજા નંબરના આગેવાન ગણાતા સરકાર્યવાહ ભૈયાજી જોશીએ ગુરુવારે પ્રયાગરાજમાં કુંભ મેળામાં આયોજિત એક કાર્યક્રમમાં મોદી સરકારને ઈશારામાં જ નિશાને લઈ હતી. અને વ્યંગ કરતા કહ્યુ હતુ કે રામ મંદિર વર્ષ 2025માં બનશે.

ભૈયાજી જોશીએ કહ્યુ કે, જ્યારે રામ મંદિર નિર્માણનું કામ શરૂ થઈ જશે તો દેશ ઝડપથી વિકાસ કરશે. રામ મંદિરે લઈને અત્યારે પણ ઘણા પડકારો છે. અને તેને પહોંચી વળવાની જરૂર છે. તેમણે એવુ પણ કહ્યુ કે રામ મંદિર એક મંદિર નિર્માણ નથી. પરંતુ તે કરોડો હિન્દુઓની આસ્થા અને સમ્માન સાથે પણ જોડાયેલુ છે. કુંભ મેળામાં હરિદ્વારની સંસ્થા દિવ્ય પ્રેમ સેવા મિસન દ્વારા આયોજિત સેમિનારમાં ભૈયાજી જોશીએ વિકાસના મુદ્દે પર પણ સરકાર પર આકરો પ્રહાર કર્યો. ભૈયાજી જોશીએ આ કાર્યક્રમમાં હિન્દુ સમાજને જાતિઓમાં વહેંચવા પર પણ અફસોસ વ્યક્ત કર્યો અને એકતા પર ભાર મુક્યો.

Related posts

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 67 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

Arohi

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur

પાકના નાપાક ઇરાદા, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાને અંજામ આપવા ઘડ્યો આ પ્લાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!