GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ચીનને જવાબ આપવાની તૈયારીઓ, સર્જિકલ સ્ટ્રાઈક કરનારી આ ફોર્સ પહોંચી લદ્દાખ

ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતે લદ્દાખમાં સ્પેશિયલ ફોર્સ તૈનાત કરી દીધી છે. સૂત્રો મુજબ દેશના અલગ અલગ ભાગમાંથી પેરા સ્પેશિયલ ફોર્સની યુનિટને લદ્દાખમાં લાવવામાં આવી રહી છે. જ્યાં તેઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે. આ સ્પેશિયલ ફોર્સે 2017માં પાકિસ્તાન વિરુદ્ધ કરેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. સૂત્રોનું કહેવુ છે કે, જો જરૂર પડી તો તેમનો ઉપયોગ ચીન વિરુદ્ધ પણ થઈ શકે છે.

લદ્દાખમાં ભારતે તૈનાત કરી ટુકડીઓ

આ સ્પેશિયલ ફોર્સની ટુકડીઓને પૂર્વી લદ્દાખમાં તૈનાત કરવામાં આવ્યા છે. તેમને તેમના કામને લઈને સમગ્ર રીતે માહિતી આપી દેવામાં આવી છે. જેને ચીન વિરુદ્ધ ઉપયોગમાં કામ આવી શકે. ભારતમાં 12થી વધારે સ્પેશિયલ ફોર્સ રેજિમેન્ટ છે અને અલગ અલગ વિસ્તારોમાં ટ્રેનિંગ લેતા હોય છે. જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત સ્પેશિયલ ફોર્સની ટુકડીયુ લેહમાં અને તેની આસપાસની ઉંચાઈવાળા વિસ્તારમાં નિયમીત રીતે વોરગેમ્સનો અભ્યાસ કરતી રહે છે.

રશિયાથી 33 ફાયટર ખરીદશે ભારત

છેલ્લા ઘણાં સમયથી એક્ચ્યુઅલ કંટ્રોલ લાઇન (એલએસી) પર ચાલી રહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઇને ડ્રેગને સાવધાન સાવચેત રહેવાની જરૂર છે. ભારતે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જેમાં રશિયા પાસેથી 33 ફાઇટર વિમાનો ખરીદવાના છે. ગુરૂવારે સંરક્ષણ મંત્રાલયે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. રશિયા પાસેથી જે 33 યુધ્ધ વિમાનો ખરીદી રહ્યું છે. તેમાં 21 મિગ-21 એસ અને 13 સુખોઇ 30 MKIS યુધ્ધ વિમાનોનો સમાવેશ થાય છે, તે ઉપરાંત હાલનાં 59 મિગ-21 એસને અપગ્રેડ પણ કરવામાં આવશે, સંરક્ષણ પ્રધાને ગુરૂવારે જણાવ્યું  કે રશિયાની સાથે થઇ રહેલા સોદાની કિંમત 18,148 કરોડ રૂપિયા છે.

આ મિસાઇલો પણ ખરીદશે

તે ઉપરાંત સંરક્ષણ મંત્રાલયએ ભારતીય હવાઇ દળ અને નોકાદળ માટે 248 એસ્ટ્રા બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલને ખરીદવા માટે મંજુરી આપી છે. સંરક્ષમ મંત્રાલયનાં અધિકારીઓએ જણાવ્યું કે ડીઆરડીઓ દ્વારા નવી એક હજાર કિમીની સ્ટ્રાઇડ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલની ડિઝાઇન અને અન્ય જરૂરીયાતોની પણ મંજુરી આપી દીધી છે. સંરક્ષણ મંત્રાલયએ 38,900 કરોડ રૂપિયાનાં પ્રસ્તાવોને મંજુરી આપી છે, જેમાંથી 31,130 કરોડ રૂપિયાની ખરીદી ભારતીય ઉદ્યોગો પાસેથી કરવામાં આવશે. 

READ ALSO

Related posts

ધોરણ 12 બોર્ડની સાયન્સ, સામાન્ય પ્રવાહ તથા ધોરણ 10ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે શરૂ થશે પરીક્ષા

Nilesh Jethva

દેશમાં કોરોનાથી 13 દિવસમાં 10,551 મોત : મોદી સરકાર કહે છે હજુ સ્થિતિ વિશ્વ કરતાં બહેર, આ છે આંકડાઓ

Mansi Patel

આ રીતે સારાએ ઉજવ્યો 25મો બર્થ ડે, શેર કરી ક્યુટ તસ્વીરો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!