GSTV
Home » News » ભારત-પાક. વચ્ચે વ્યાપેલા તણાવ વચ્ચે ભારતીય પુરુષે પાકિસ્તાની મહિલા સાથે કર્યા લગ્ન

ભારત-પાક. વચ્ચે વ્યાપેલા તણાવ વચ્ચે ભારતીય પુરુષે પાકિસ્તાની મહિલા સાથે કર્યા લગ્ન

બે પાડોશી દેશની સરહદો પર વ્યાપેલી તંગદિલી વચ્ચે શનિવારે એક પાકિસ્તાની યુવતીએ ભારતીય યુવાન સાથે લગ્ન કર્યા હતા. હરિયાણાના અંબાલા જિલ્લાના ટેપલા ગામના ૩૩ વર્ષીય પરવિંદર સિંહ નામના યુવાને શ્રી ખેલ સાહિબ ગુરુદ્વારામાં શીખ રીતિ-રિવાજો મુજબ ૨૭ વર્ષીય કિરણ સરજીત કૌર સાથે લગ્ન કર્યા હતા.

કિરણનો પરિવાર ૨૩મી ફેબુ્રઆરીએ પટિયાલા આવવા માંગતો હતો પરંતુ પુલવામા હુમલા બાદ બંને દેશ વચ્ચેના વાતાવરણમાં તણાવ વ્યાપ્યો હોવાથી તે નહોતી આવી શકી. સમજૌતા એક્સપ્રેસ દ્વારા ગુરુવારે તે ૪૫ દિવસના વિઝા લઈને પટિયાલા આવી છે. પાકિસ્તાનની ભારતીય એમ્બેસીએ તેને ફક્ત પટિયાલા આવવાના વિઝા જ આપ્યા હોવાથી લગ્ન માટે પરવિંદરનો પરિવાર પણ શનિવારે પટિયાલા પહોંચ્યો હતો. 

શિરોમણી ગુરુદ્વારા પર બંધક કમિટીના કારોબારી સભ્ય જરનૈલ સિંહ કરતાર પણ લગ્ન વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નવપરિણીત યુગલને સંસ્થા તરફથી ભેટરુપે ‘સિરોપા’ આપ્યા હતા.

ગત વર્ષે પરવિંદર સિંહે પાકિસ્તાનના વિઝા માટે અરજી કરી હતી પરંતુ તે નામંજૂર થતા કિરણના પરિવારે લગ્ન માટે ભારત આવવું પડ્યું હતું. કિરણ હાલ ૪૫ દિવસના વિઝા લઈને ભારત આવી છે અને તે ભારતીય નાગરિકત્વ મેળવવા અરજી કરશે. તે પરવિંદરની દૂરની સંબંધી થાય છે અને તેનો પરિવાર ભાગલા વખતે પાકિસ્તાનમાં વસ્યો હતો.

Related posts

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 67 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

Arohi

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur

પાકના નાપાક ઇરાદા, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાને અંજામ આપવા ઘડ્યો આ પ્લાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!