GSTV

ખતરો વધ્યો/ કોરોનાના ઘટતા કેસો વચ્ચે 4 રાજ્યોમાં ડેલ્ટા પ્લઝે દીધી દસ્તક, ત્રીજી લહેર આવી તો ભયંકર ખાનાખરાબી સર્જાશે

કોરોના

Last Updated on June 22, 2021 by Bansari

કોરોનાની બીજી લહેર બાદ કોરોનાના નવા વેરીયેન્ટ ડેલ્ટા પ્લઝએ દસ્તક દીધી છે. મહારાષ્ટ્રમાં 7500 લોકોની તપાસમાં 21 મામલા નવા વેરીયેન્ટના મળી આવ્યા છે જેમાં 2 લોકો મુંબઈના છે. 21 કેસોમાં સૌથી વધારે 9 કેસો ડેલ્ટા પ્લઝના રત્નાગીરીમાંથી મળી આવ્યા છે જ્યારે 7 જલગાંવમાં તો 2 મુંબઈના પાલઘર અને થાણેમાંથી તો એક સિંધુદુર્ગ જીલ્લામાં મળી આવ્યા છે. તમિલનાડુ પંજાબ અને મધ્યપ્રદેશમાંથી પણ ડેલ્ટા પ્લઝ વેરીયેન્ટના કેસો નોંધાયા છે. કેરળમાં ચાર વર્ષના બાળક સાથે અને ત્રણ લોકોમાં પણ ડેલ્ટા પ્લઝ વેરીયેન્ટ જોવા મળ્યુ છે.

કોરોના

91 દિવસ બાદ કોરોનાના અત્યાર સુધીના સૌથી ઓછા કોરોના કેસ

દેશમાં કોરોનાની બીજી લહેર લગભગ પૂર્ણ થઈ છે અને 91 દિવસ બાદ કોરોનાના અત્યાર સુધીના સૌથી ઓછા કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42 હજાર 640 કેસ નોંધાયા છે. જ્યારે એક હજાર 167 દર્દીઓના મોત થયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા છ લાખ 62 હજાર 521 થઈ છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ત્રણ કરોડની નજીક પહોંચી છે અને કુલ મૃત્યુઆંક 3 લાખ 89 હજાર 302 થઈ છે.

કોરોના

ગુજરાતમાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ચાર લાખ 87 હજાર વ્યક્તિઓએ કોરોના રસી લગાવી

દેશભરમાં વેક્સિનેશનના ‘સ્પોટ રજીસ્ટ્રેશન’ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે ત્યારે ગુજરાતમાં પણ એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ચાર લાખ 87 હજાર વ્યક્તિઓએ કોરોના રસી લગાવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો આંક હવે ૨.૨૫ કરોડને પાર થઇ ગયો છે. દેશભરમાં સૌથી વધુ વેક્સિનેશનમાં 2.81 કરોડ સાથે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. જ્યારે ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત ત્રીજા ક્રમે છે. રાજ્યભરમાં ૧૦૨૫ રસીકરણ કેન્દ્રોમાં પ્રી રજીસ્ટ્રેશન વગર જ કોરોના વેક્સિન આપવાનું શરૃ કરવામાં આવ્યું હતું. અગાઉ કોરોના વેક્સિનના રજીસ્ટ્રેશનમાં પોતાનો નંબર આવે તેના માટે લોકોને લાંબા વેઇટિંગનો સામનો કરવો પડતો હતો.

READ ALSO

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!