GSTV
Home » News » આજથી બે મહિના માટે ખુલશે સબરીમાલા મંદિરના કપાટ, ઓનલાઈન બુકિંગ દ્વારા 36 મહિલાઓએ કરાવ્યું છે પ્રવેશ માટે રજીસ્ટ્રેશન

આજથી બે મહિના માટે ખુલશે સબરીમાલા મંદિરના કપાટ, ઓનલાઈન બુકિંગ દ્વારા 36 મહિલાઓએ કરાવ્યું છે પ્રવેશ માટે રજીસ્ટ્રેશન

કેરળના સબરીમાલામાં આજથી બે મહિના માટે મંદિરના કપાટ ખુલવાના છે અને તે સાથે જ મંડલા પૂજાની શરૂઆત થશે. ત્યારે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટે આ કેસને લઈને લીધેલા નિવેદન બાદ મંદિરમાં મહિલાઓને પ્રવેશ મળશે કે નહી. ગુરુવારે સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિર ચુકાદાને લઈને થયેલી પુનઃર્વિચાર અરજી સાત જજોની બેન્ચને સોંપી દીધી હતી.

36 મહિલાઓએ કરાવ્યું છે પ્રવેશ માટે રજીસ્ટ્રેશન

આજે સાંજે સબરીમાલા મંદિરે મોટી સંખ્યામાં લોકો પહોંચવાના છે. મંદિરની ઓનલાઈન બુકિંગ સુવિધા દ્વારા 36 મહિલાઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચુકી છે.

મહિલાઓને પ્રવેશ મળશે કે નહીં તેને પર સૌની નજર

આ મહિલાઓએ ગુરુવારે સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા જ રજીસટ્રેશન કરાવી ચુક્યુ હતુ. ત્યારે તેઓને પ્રવેશ મળશે કે કેમ તેના પર સૌની નજર છે.

ખુલશે મંદિરના કપાટ

  • કેરળઃ સબરીમાલા  મંદિરના આજે સાંજે ખુલશે કપાટ
  • બે મહિના માટે દર્શનાર્થીઓ કરી શકશે મુલાકાત
  • કોર્ટના નિર્ણય બાદ મહિલાઓને મંદિરમાં પ્રવેશ મળે છે કે કેમ તેના પર નજર
  • સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા જ ૩૬ મહિલાઓ કરાવી ચુકી છે ઓનલાઈન બુકિંગ
  • સબરીમાલા મંદિરમાં દર્શન માટે કરાવી ચુકી છે ઓનલાઈન બુકિંગ

Read Also

Related posts

સરકારે છૂટ આપી એટલે જ બેફામ નિવેદનબાજી કરી રહ્યાં છે ભાજપના નેતાઓ: કપિલ સિબ્બલનો આક્ષેપ

Bansari

હેલમેટ ફરજિયાત : ગુજરાતના સીએમ રૂપાણી અને મંત્રી ફળદુ મૌની બાબા બન્યા

Karan

CM યોગીના રસ્તામાં ગાય કે આખલા ન આવે એની જવાબદારી એન્જિનિયર્સને સોંપાઇ! હાથમાં દોરડા સાથે રહેશે તૈનાત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!