GSTV
Gujarat Government Advertisement

એમિસેટ લૉન્ચ : એક સાથે ત્રણ ઑરબિટમાં ઉપગ્રહ ગોઠવવાની ઇસરોની સિદ્ધિ

Last Updated on April 2, 2019 by Mayur

અંતરીક્ષની દૂનિયામાં ભારત સતત ઐતિહાસક સિદ્ધિઓ મેળવી રહ્યુ છે. ત્યારે સોમવારે ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થાન (ઇસરો)એ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. ઇસરોએ  સોમવારે સવારે શ્રાહરિકોટા ખાતેથી ભારતના ઇલેક્ટ્રોનિક ઇંટેલિજન્સ સેટેલાઇટ એમિસેટ અને અનય ૨૮ વિદેશી ઉપગ્રહોનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યુ હતું.

૨૭ કલાકના કાઉન્ટડાઉન બાદ સવારે ૯.૨૭ કલાકે પીએસએલવી-સી૪૫ એ ઉડાન ભરી હતી. ચાર સ્ચેજના પોલાર સેટેલાઇટ લોન્ચિંગ વ્હિકલ (પીએસએલવી) માટે આ ૪૭મું મિશન હતું. ઇસરોએ આ મિશન વડે ઘણી સિદ્ધિઓ મેળવી છે. મિશન દરમિયાન પ્રસ્થાપિત કરાયેલો એમિસેટ ઉપગ્રહ સુરક્ષાની દ્રષ્ટિએ ભારત માટે મહત્વપૂર્ણ છે.

એમિસેટ શા માટે મહત્ત્વનો?

એમિસેટ એ ભારતનો રક્ષા સેટેલાઇટ છે. જેને ઇસરો અને ડીઆરડીઓએ સંયુક્ત રીતે તૈયાર કર્યો છે. જે મુખ્યત્વે ઇલેક્ટ્રોમેગ્નેટીક (વિદ્યુતચુંબકીય) ગતિવિધી પર નજર રાખશે. ખાસ કરીને એમિસેટની મદદ વડે બોર્ડર પર રડાર અથવા તો સેંસર પર નજર રાખવામાં આવશે. ઉપરાંત સમુદ્રી જહાજો દ્વારા પ્રસારીત થતા સંદેશાઓ મેળવીને તેને સ્ટેશન પર ટ્રાન્સફર કરશે.

સામાન્ય રીતે દુશ્મન દેશોના જહાજો-હથિયારો પર નજર રાખવા માટે સરહદ પર અને અન્ય મહત્ત્વના સ્થળોએ રેડાર ગોઠવાયેલા હોય છે. એ રીતે આ સેટેલાઈટ એ અવકાશમાં રેડારનું કામ આપશે. એમિસેટની કામગીરી રેડિયો અમેચ્યોર સેટેલાઇટ કોઓપરેશન, બીજુ ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ અને ત્રીજુ ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્પેસ સાઇન્સ એન્ડ ટેકનોલોજી, એ ત્રણેય સંસ્થાઓ સાથે સંકળાયેલી છે.

એક રોકેટ, ત્રણ કક્ષા

લોન્ચિંગના ૧૭ મિનિટ બાદ રાકેટે ૪૩૬ કિલોના એમિસેટ ઉપગ્રહને ૭૪૮ કિમીની ભ્રમણકક્ષામાં પ્રસ્થાપિત કર્યો હતો. ત્યારબાદ રોકેટના ચોથા સ્ટેજને રિસ્ટાર્ટ કરાયું અને ૫૦૪ કિમીની ઉંચાઇ પર અન્ય દેશોના ૨૮ ઉપગ્રહો કે જેમનુ કુલ વજન ૨૨૦ કિલો હતું તેમને તરતા મુકવામાં આવ્યા. ફરીથી રોકેટ ૪૮૫ કિમીની ભ્રમણકક્ષામાં આવ્યું જ્યાં તેની સાથે રહેલા પે લોડ (ભાર) સાથે પ્રયોગ કર્યો. આ આખા ઘચનાક્રમમાં ૧૮૦ મિનિટનો સમય લાગ્યો. 

આ મિશન સાથે જ ઇસરોએ ત્રણ સિદ્ધિઓ પણ મેળવી છે. આ મખતે પ્રથમ વખત પીએસએલવીએ ચાર સ્ટ્રેપ ઓન મોટર સાથે ઉડાન ભરી હતી. તો આ મિશનમાં પ્રથમ વખત ઇસરોએ ઉપગ્રહોને ત્રણ અલગ અલગ ભ્રમળકક્ષામાં પ્રસ્થાપિત કર્યા છે અને ત્રીજી સિદ્ધિ એ કે આ વખતે પહેલી વીર રોકેટમાં પ્રાયોગિક ધોરણે પે લોડ લઇ જવામાં આવ્યા હતા. સામાન્ય રીતે એક વખતના લોન્ચિંગમાં એક જ કક્ષામાં એક ઉપગ્રહ ગોઠવાતો હોય છે. પરંતુ એકથી વધુ કક્ષામાં એક જ રોકેટ દ્વારા ઉપગ્રહો ગોઠવવા એ સિદ્ધ મહત્ત્વની છે.

ભારતના રક્ષા સેટેલાઇટ એમિસેટ માટે ડીઆરડીઓ અને ઇસરો બંનેએ સંયુક્ત રીતે કામ કર્યુ હતું. આ મિશનની અંદર ઉપયોગમાં લેવાયોલ ૯૫ ટકા જેટલો હાર્ડવેરનો સામાન ઇસરોની બહાર તૈયાર કરવામાં આવ્યો હતો.  ઉપરાંત સેટેલાઇટનો ૬૦થી ૭૦ ટકા ભાગ પણ સંસ્થાની બહાર તૈયાર કરાયા હતા. 

હવે નાગરિકો લૉન્ચિંગ જોઈ શકશે

ઇસરોએ પ્રથમ વખત સામાન્ય માણસો માટે પોતામા દરવાજા ખોલ્યો હતા. જેથી પ્રથમ વાર હજારો સામાન્ય લોકોએ સેટેલાઇટ લોન્ચિંગ નિહાળ્યુ હતું. અમેરીકી અસેસ્થા નાસાની માફક ઇસરોએ પણ સામાન્ય લોકોને પોતાના અંતરીક્ષ અભિયાન સાથે ભાવનાત્મક રીતે જોડવાનું શરૃ કર્યુ છે. જે માટે સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્ર ખાતે ૫૦૦૦ લોકોની ક્ષમતા વાળુ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્પુ છે.  જ્યાંથી લોકો નિ:શુલ્ક સેટેલાઇટ લોન્ચિંગ જોઇ શકે છે.

વિવિધ દેશોના ૨૯ ઉપગ્રહ

ભારત૧ (એમિસેટ)
અમેરિકા૨૪
લિથુનિયા
સ્પેઇન
સ્વિત્ઝર્લેન્ડ

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ: ગંગા નદી પરનો તટબંધ તૂટ્યો, અનેક ગામ થયા પાણીમાં ગરકાવ

Pritesh Mehta

મધ્યપ્રદેશના આ જિલ્લામાં કોરોના કહેર, નવો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મચાવી રહ્યો છે હાહાકાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!