અમી હર્ષદરાય યાજ્ઞિક એ ગુજરાત રાજ્યના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી છે. 15 માર્ચ 2018ના રોજ તેઓ ગુજરાતમાંથી રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. હાલમાં તેમનો સામનો ગુજરાતના સીએમ સામે થવાનો છે. કોંગ્રેસે ઘાટલોડિયા બેઠક પર તેમને ઉમેદવાર જાહેર કર્યા છે. આ બેઠક એ ભાજપનો ગઢ ગણાય છે. અમીબેન માટે અહીંથી જીતવું એ લોઢાના ચણા ચાવવા સમાન છે આમ છતા હાઈકમાન્ડના આદેશને માન આપી અમીબેન ઘાટલોડિયા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઝંપલાવશે.

જાણો કોણ છે અમીબેન યાજ્ઞિક?
ઘાટલોડિયા વિસ્તારમાંથી કોંગ્રેસે મહિલા ઉમેદવાર અમીબેન યાજ્ઞિકને ઉતાર્યા છે. તેઓ રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ છે તેમજ તેઓ હાઇકોર્ટમાં વકીલાત પણ કરે છે. શિક્ષિત અને અભ્યાસુ હોવાની સાથે-સાથે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. પ્રાદેશિક કક્ષાએ તેઓએ કોંગ્રેસમાં વિવિધ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો છે. સ્થાનિક પ્રશ્નોમાં પણ તેઓ ઘણા એક્ટિવ રહે છે. અમીબેન યાજ્ઞિક કોંગ્રેસની મહિલા પાંખમાં પણ સતત સક્રિય રહ્યાં છે.
ઉમેદવારી મામલે અમીબેન જાહેરમાં સ્પષ્ટ કહે છે કે ‘હું હાલ રાજ્યસભાની સાંસદ છું. કોંગ્રેસ હાઇકમાન્ડે મારા પર ભરોસો મૂક્યો તે માટે આભારી છું. પાર્ટીએ જે જવાબદારી સોંપી છે તે હું નિભાવીશ. મારા માટે આ સીએમની સીટ પર લડાઈ આપવી એ ચેલેન્જ છે કારણ કે મારે CM સામે લડવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ તૈયાર ભાણે જ રાજ કર્યું છે. પરંતુ આ વખતે જનતા બદલાવ લાવશે. આ વખતે શિક્ષણ, સ્વાસ્થ્ય, મોંઘવારી સહિતના મુદ્દે જ હું પ્રજા સુધી જઈશ. લોકલ ઈશ્યુ પર વધુ ફોકસ રહેશે.’ ઘાટલોડિયા સીટ પર વર્ષોથી આનંદીબેન જીતતા આવ્યા છે. આ બેઠક પર ઉભા રહીને જીતવું એટલે કોંગ્રેસ માટે ધોળા દિવસે તારા ગણવા જેવી વાત છે. આમ છતાં અમીબેને આ ચેલેન્જ ઉપાડી અને કામગીરી શરૂ કરી દીધી છે.
READ ALSO
- રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર
- મહારેલીમાં કેજરીવાલ કેન્દ્રને તેમની બતાવશે શક્તિ, ઘર-ઘર રેલી માટે લોકોને કરવામાં આવશે આમંત્રિત
- Amritsar/ સુવર્ણ મંદિર પાસે બોમ્બ મુકાયાની માહિતી, સમગ્ર પંજાબમાં રેડ એલર્ટ
- Train Accidents: વર્ષ 2012 પછી થયેલા મોટા ટ્રેન અકસ્માત, જેણે રેલ મુસાફરોના મનમાં ડર પેદા કર્યો
- Train Accidents: વિકૃત મૃતદેહો, ખડી પડેલા ડબ્બા, પીડાથી કણસતા લોકો, ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં મોતનો આંક પહોંચ્યો 237, 900થી વધુ લોકો ઘાયલ