GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

VIDEO: અમિતાભે કહ્યું મને બીજી વખત અહીં ન બોલાવતા, મમતા બેનર્જીએ કહ્યું બોલાવીશ

અમતિભા બચ્ચન 76 વર્ષની ઉંમરમાં પણ શો અને ઇવેન્ટ્સ દરમ્યાન એનર્જીથી ભરપૂર નજરે ચડે છે. પશ્ચિમ બંગાળના જમાઈ કહેવાતા અમિતાભ બચ્ચન રવિવારે કોલકતા પહોંચ્યા હતા.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 24મા કોલકતા ઇન્ટરનેશન ફિલ્મ ફેસ્ટિવલ (KIFF)નું ઉદ્ઘાટન કર્યુ. આ દરમ્યાન અમિતાભ બચ્ચને મમતા બેનર્જીને કહ્યું કે તેમને બીજી વખત સમારોહમાં ન બોલાવતા. બિગ બીની વાતનો જવાબ આપતા સીએમ મમતાએ કહ્યું કે તે બોલાવશે જ. અમિતાભ બચ્ચનનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ઘણો પસંદ થઈ રહ્યો છે.

હકીકતમાં કાર્યક્રમમાં ભાષણ વખતે બિગ બીએ મજાકમાં મમતા બેનર્જીને કહ્યું, હું મુખ્યમંત્રી સાહિબાને વિનંતી કરું છું કે મને બીજી વખત નિમંત્રણ ન આપતા. મારી પાસે હવે બોલવા માટે કંઈ પણ નવું રહ્યું નથી. પરંતુ તે મારું સાંભળતા જ ન નથી એટલે મારે આવવું પડે છે. મેં એક વખત નહીં પરંતુ કેટલીય વખત તેમને કહ્યું છે. હવે હું બંગાળીમાં બોલી રહ્યો છું. મમતા દીદી, મને આશા છે કે હવે તમે આ વખતે સમજશો. કૃપયા મને છોડી દો.

બિગ-બીની વાત સાંભળીને હાજર સૌ કોઈ હસી પડ્યાં હતાં. પરંતુ મમતા બેનર્જીએ અમિતભા બચ્ચનની વાત સાંભળીને પોતાનું માથું હલાવ્યું. મમતા બેનર્જીએ ઈશારો કર્યો કે તે બિગ બીને હંમેશા બોલાવશે જ. બાદમાં મમતા બેનર્જીએ પોતાના ભાષણમાં કહ્યું કે હું એ કહેવા માંગુ છું કે બચ્ચનજી તમારે 25મા કોલકતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં પણ આવવું જ પડશે.

આ સમારોહમાં ભાગ લેવા માટે અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, વહીદા રહેમાન, નંદિતા દાસ, આનંદ એલ રાય ઉપરાંત બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી માધવી મુખર્જી, સાવિત્રી ચેટર્જી, રંજીત મલિક, ફિલીપ નોયેસ સહિત સિતારાઓ પહોંચ્યા હતાં.

READ ALSO

Related posts

ગલવાનમાં ચીનને કારણે મોદી થયા આ 2 અધિકારીથી ખફા, રાજનાથને કહ્યું લેખિતમાં ખુલાસો માગો

Harshad Patel

નાની ઉંમરે કોંગ્રેસના પાઈલટ બનેલા સચિન સારી રીતે રાજકીય ઉડાન ભરી ન શક્યા, જાણો કોંગ્રેસે શું શું આપ્યું ?

Dilip Patel

જેટલા પૈસા થાય તેટલા હું આપીશ પણ પતિને રસ્તામાંથી હટાવ, મોબાઈલ પર પતિના મોતની ચીસો સાંભળી ખુશ થઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!