GSTV
Home » News » VIDEO: જ્યારે રોતા રોતા સ્મૃતિ ઈરાનીના પગમાં પડી ગઈ મહિલા

VIDEO: જ્યારે રોતા રોતા સ્મૃતિ ઈરાનીના પગમાં પડી ગઈ મહિલા

કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભા ચૂંટણી જીત્યા બાદ શનિવારે ફરી એકવાર અમેઠી પહોંચ્યા હતા. આ સફરમાં તેમની સાથે ગોવાનાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ હાજર હતા. અહીં લોકોની સાથે મુલાકાત દરમ્યાન એક મહિલા મંચ પર આવીને સ્મૃતિ ઈરાનીના પગમાં પડીને ફરિયાદ કરવા લાગી હતી.

મહિલાને પગ તરફ ઝૂકતી જોઈને સ્મૃતિ ઈરાનીએ તેને તરત જ ઉઠાવી હતી. સ્મૃતિએ મહિલાને જ્યારે કારણ પુછ્યુ તો તેણે કહ્યુકે, પરિવારનાં સદસ્યોએ તેની જમીન ઉપર કબ્જો કરી લીધો છે. કેન્દ્રીય મંત્રીએ મહિલાની આખી વાત સાંભળી અને ત્યારબાદ તેને જરૂરી કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યુ હતુ.

શનિવારે સવારે જ સ્મૃતિ ઈરાનીના કાફલાની એમ્બુલન્સે એક મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી. તેની સાબિતી બન્યા હતા. ગોવાના સીએમ પ્રમોદ સાવંત. હકીકતમાં ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પાર્રિકરે અમેઠીના એક ગામને દત્તક લીધુ હતુ. તેજ ગામની મુલાકાત માટે સીએમ પ્રમોદ સાવંત પણ અમેઠી આવ્યા હતા.

READ ALSO

Related posts

આસામમાં આવેલા પુરના કારણે 3 હજાર ગામો જળબંબાકાર

Mayur

હવે રોબોટ્સ સફાઈ કરશે અને સાથે ગીત ગાઈ મનોરંજન પણ કરશે

Arohi

વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે The Lion King, કરી આટલા કરોડની કમાણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!