GSTV
Home » News » અમેઠીથી બહેન સ્મૃતિ ઈરાની લડી રહી છે એટલે રાહુલ બે જગ્યાએથી ચૂંટણી લડી રહ્યા છે : વિજય રૂપાણી

અમેઠીથી બહેન સ્મૃતિ ઈરાની લડી રહી છે એટલે રાહુલ બે જગ્યાએથી ચૂંટણી લડી રહ્યા છે : વિજય રૂપાણી

બે લોકસભા બેઠકથી લોકસભા ચૂંટણી લડવાના રાહુલ ગાંધીના નિર્ણય પર સીએમ વિજય રૂપાણીએ કટાક્ષ કર્યો છે. ગાંધીનગરમાં વિજય રૂપાણીએ કહ્યુ છેકે, અમેઠીથી બહેન સ્મૃતિ ઈરાની લડી રહી છે.અને એટલે જ ગભરાઈને બે જગ્યાએ ચૂંટણી લડવાનું રાહુલ ગાંધીએ નક્કી કર્યુ હોય તેમ લાગે છે. તેઓએ સ્મૃતિ ઈરાની જીતશે અને ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો ખાલી પડશે.તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ઉલ્લેખનિય છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.અને સ્મૃતિ ઈરાની અમેઠી બેઠકથી રાહુલ ગાંધી સામે લોકસભા ચૂંટણીના મેદાને છે..અમિત શાહ અને સ્મૃતિ ઈરાની બંને ગુજરાતથી રાજ્યસભા સાંસદ છે.અને જો બંને નેતાઓ લોકસભા ચૂંટણી જજીતે તો ગુજરાતની રાજ્યસભા બે બેઠકો ખાલી થાય તેવી ભાજપને આશા છે.

READ ALSO

Related posts

પત્નીની હત્યા કરી નદીમાં શબ નાખવા ગયા નેતા, હોડી પલટી અને પછી આવ્યું ભયાનક પરિણામ…..

NIsha Patel

માત્ર 1 જ રૂપિયામાં 1GB ડેટા આપી રહી છે આ સ્ટાર્ટઅપ કંપની, Jio-Airtel ને આપશે ટક્કર

NIsha Patel

મહેસાણાના આંગડિયાકર્મીઓ હરિયાણામાં લૂંટાયા, 80 લાખ રૂપિયા ગયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!