ભારતે વિરોધ કર્યો હોવા છતાં અમેરિકાએ પાકિસ્તાનને 45 કરોડ ડોલરનું એફ-16 સસ્ટેનેમેન્ટ પેકેજ આપવાની તૈયારી કરી લીધી છે. ભારતે પાકિસ્તાનને વોશિંગ્ટનની 45 કરોડ ડોલરની એફ-16 સુરક્ષા સહાયતા પાછળના તર્ક પર સવાલ ઉઠાવ્યા છે.

ગયા મહિને, બિડેન વહીવટીતંત્રે અફઘાન તાલિબાન અને હક્કાની નેટવર્ક માટે સલામત આશ્રયસ્થાનો પૂરા પાડવા સબબ પાકિસ્તાનને લશ્કરી સહાય સ્થગિત કરવાના અગાઉના ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયને ઉલટાવી દીધો હતો અને પાકિસ્તાનને એફ -16 ફાઇટર જેટ કાફલાના સ્થિરતા કાર્યક્રમને મંજૂરી આપી હતી. નક્કી થયાના 30 દિવસની અંદર આ વેચાણ બાબતે 100 સેનેટરોમાંથી કોઈ પણ તરફથી કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો નથી. આ સાથે જ અમેરિકાએ પાકિસ્તાનને 45 કરોડ ડોલરનું એફ-16નું પેકેજ આપવાની તૈયારી કરી લીધી છે.

ભારતે આ પેકેજનો વિરોધ કર્યો છે. અમેરિકાનું કહેવું છે કે, એફ-16 કાફલો પાકિસ્તાનને આતંકવાદ વિરોધી કાર્યવાહી કરવાની અનુકુળતા આપશે. અમેરિકાને આશા છે કે પાકિસ્તાન તમામ આતંકવાદી જૂથો સામે સતત કાર્યવાહી કરશે! ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને પાકિસ્તાનને પરમાણુ હથિયારો અને રાજકીય અસ્થિરતા હોવાને કારણે વિશ્વનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો હતો.
READ ALSO
- શું તમે બ્લૂ-ટી વિશે જાણો છો? સ્વાસ્થ્ય માટે માનવામાં આવે છે ફાયદાકારક
- અખિલેશનું લોકસભા માટે પછાત-મુસ્લિમ કાર્ડ, 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિખેરી નાંખી હતી રાષ્ટ્રીય કારોબારી
- મોટા સમાચાર / પેપરલીક કાંડ મામલે કોર્ટે તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
- કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયામાં પણ પગ ફેલાવી રહ્યા છે ખાલિસ્તાની? ભારતીયો પર હુમલામાં પાંચ લોકો થયા ઘાયલ
- ભાજપે મુસ્લિમોને ટિકિટ આપી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબનું પત્તું કાપ્યું