ભારતને ધાર્મિક સમાનતાનાં સંદેશા આપનાર અમેરિકાનાં સ્વામિનારાયણ મંદિરમાં થઈ તોડફોડ

ધાર્મિક સમાનતા અને માનવઅધિકાર પર ભારતને વારંવાર સલાહો આપતા રહેતા અમેરિકાના કેન્ટકી રાજ્યમાં એક સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે. કેન્ટકી રાજ્યના લુઈસવિલે શહેરમાં આવેલા મંદિરમાં તોફાનીઓએ ભગવાનની મૂર્તિ પર કાળો રંગ પણ છાંટ્યો હતો અને ખુરશીઓ પર ચાકુના વાર કર્યા હતા.

તોફાની તત્વોએ મંદિરની બારીઓ તોડી નાંખી હતી અને દિવાલો પર લખ્યુ હતુ કે જીસ ઈઝ ધ ઓનલી લોર્ડ.

આ ઘટના બાદ ભારતીય સમુદામાં રોષ અને આઘાતની લાગણી જોવા મળી રહી છે. લુઈસવિલે શહેરના મેયર ગ્રેગ ફિશરે ઘટનાની નિંદા કરતા કહ્યુ હતુ કે લોકોએ આ પ્રકારના અપરાધો સામે વિરોધ કરવા માટે એકસાથે ઉભા રહેવુ પડશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter