અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા જો બાઇડેનએ એવી સ્પષ્ટતા કરી હતી કે તેઓ ચીનના સામાન પરની આયાત ડ્યૂટી ઘટાડવાના નથી. જેથી અમેરિકામા નવી સરકારની રચના બાદ બિઝનેસમાં ફાયદો થવાની ચીનની આશા પર પાણી ફરી વળ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણીમાં પરાજિત થતાં ચીનને એવી આશા હતી કે બાઇડેન ટ્રમ્પે લીધેલા નિર્ણયને ફગાવી દેશે, પરંતુ બાઇડેને ચીનના માલના મુદ્દે સ્પષ્ટતા કરી દીધી હતી.

પત્રકાર સાથે વાત કરતાં બાઇડેનએ કહ્યું કે ચીન સાથે ટ્રમ્પ સરકારે આરંભે કરેલા વ્યાપારી કરારો પણ હાલ હું રદ કરવાનો નથી. જો કે હવે પછીના વ્યવહારોમાં અમેરિકાનું હિત સૌથી વધુ જળવાઇ રહે એવી મારી નીતિ રહેશે. બાઇડેને એમ પણ કહ્યું હતું કે હું મારા અંગત પૂર્વગ્રહોને વચ્ચે લાવ્યા વિના તમામ વિકલ્પો ખુલ્લા રાખીશ. અમેરિકાનું હિત મહત્તમ જળવાઇ રહે એ મારી અગ્રતા રહેશે.
READ ALSO
- ચાઈનીઝ જાસૂસી બલૂને ભારતને પણ નિશાન બનાવ્યાનો દાવો, ધ વોશિંગ્ટન પોસ્ટનો ચોંકાવનારો અહેવાલ
- સુરતમાં કાપડ ઉદ્યોગમાં ઇન્કમટેક્સના દરોડા, કાપડ ઉદ્યોગમાં જાણીતા ઉમર જનરલને ત્યાં સતત બે દિવસથી સર્ચ ઓપરેશન
- જો બાઈડેન બગડ્યા/ અમે સંઘર્ષ નહીં ઈચ્છતા પરંતુ જો અમને છંછેડશો તો અમેરિકા છોડશે નહીં, ચીન સીધી રીતે સમજી જાય
- નાણાકીય વર્ષ 2022-23ની RBIની છેલ્લી ક્રેડિટ પોલિસીના નિર્ણયોમાં સામાન્ય જનતાને મળ્યો ઝાટકો
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના