GSTV

નખશીખ દેવાદાર મહાસત્તાને બેઠું કરવાનો નવા અમેરિકન પ્રમુખ માટે મોટો પડકાર, બાઇડનનું કોરોના રિલીફ પેકેજ વધારશે દેવું

Last Updated on January 20, 2021 by Pritesh Mehta

આજે અમેરિકાના 46 રાષ્ટ્રપ્રમુખ તરીકે સોગન લેનારા જો બાઇડનનો શાસનકાળ અનેક પડકારોથી ભરેલો હશે. સૌથી મોટો પડકાર પગની પાનીથી માથા સુધીના દેવાનો છે. અમેરિકા આપાદમસ્તક દેવામાં ડૂબેલું છે. આટલું ઓછું હોય તેમ કોરોના મહામારી સામે લડવા બાઇડને બે ટ્રિલિયન ડૉલર્સની જોગવાઇ કરવાની જાહેરાત કરી હતી. આ રકમ પણ અમેરિકાના માથા પરના દેવામાં વધારો કરશે.

બાઇડન

બાઇડેનના વહીવટી તંત્ર સમક્ષ કોરોના સામે લડવા ઉપરાંત લોકોને કોરોનાની રસી આપવાના, નાના વેપારીઓને પગભર કરવાના, ગરીબ અને ઓછી આવક ધરાવતા અમેરિકી નાગરિકોને રોકડ વળતર આપીને તેમની સમસ્યા દૂર કરવાના એમ ઘણા પડકારો હશે. આ સૌથી મોટા દેવા માટે અમેરિકાની ફેડરલ બેંક મદદ કરશે. ભારતમાં રિઝર્વ બેંક છે એમ અમેરિકામાં ફેડરલ બેંક છે.

છેલ્લા નવ માસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર હતા ત્યારે કોરોના સામે લડવા સરકારે લોકહિતમાં 3.5 અબજ ડૉલર્સ સુધીનો ખર્ચ કર્યો હતો. એક કરતાં વધુ સબસિડી આપવા છતાં આ સમયગાળા દરમિયાન અમેરિકાનો વિકાસ દર નબળો પડ્યો  હતો. અમેરિકામાં કોરોનાનો ચેપ હજુ મંદ થયો નથી. રોજના સરેરાશ ચાર હજાર નવા કેસ આવી રહ્યા છે અને બજારો મંદી ભોગવી રહ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાના ચેપથી સાડા ત્રણ લાખથી વધુ લોકો મરણ પામ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની અણઆવડત કહો કે વાઇરસની ઉગ્રતા કહો પણ ચેપ કે મૃત્યુદર હજુ જોઇએ તેવા ઘટ્યા નથી. એટલે બાઇડેન સમક્ષ એક કરતાં વધુ ગંભીર સમસ્યાઓ ઊભી રહેવાની છે.

આર્થિક નિષ્ણાતો માને છે કે બાઇડેન અમેરિકી પ્રજાને જે આર્થિક પેકેજ આપશે એ કડવી દવાના ડૉઝ જેવું હશે પરંતુ એ સ્વીકાર્યે છૂટકો છે. અમેરિકામાં પણ લાખો ગરીબ લોકો છે જેમની પાસે હાલ પૈસા નથી. મધ્યમ વર્ગ ટેન્શનમાં છે અને બેકારી માઝા મૂકી રહી હતી. નિષ્ણાતો માને છે કે બાઇડેનના આર્થિક પેકેજથી સમસ્યા દૂર નહીં થાય પણ અમેરિકાના માથા પરના દેવામાં જંગી વધારો થશે.

હાલ અમેરિકાનું રાષ્ટ્રીય દેવું 27 ટ્રિલિયન ડૉલર્સ છે. બાઇડેન જે આર્થિક પેકેજ આપશે એનાથી આ દેવામાં વધારો થશે. સરળ ભાષામાં કહીએ તો અમેરિકા પોતાની સમગ્ર અર્થવ્યવસ્થા વેચી દે તો પણ એના મસ્તક પર છ ટ્રિલિયન ડૉલર્સનું દેવું ઊભું રહેશે. વીતેલા વર્ષમાં એનો જીડીપી 21.44 ટ્રિલિયન ડૉલર્સનો હતો.

અમેરિકાના દેવાને દેશના 32 કરોડ નાગરિકોમાં વહેંચી દેવામાં આવે તો દરેક નાગરિક પર માથાદીઠ 23500 ડૉલર્સનું દેવું આવી પડે. કેટલાક અર્થનિષ્ણાતો આ માટે ડોનાલ્ડ ટ્રમ્પની બેજવાબદાર નીતિઓને જવાબદાર ગણે  છે તો કેટલાક નિષ્ણાતો ટ્રમ્પની પહેલાંની બરાક ઓબામા અને અન્ય ભૂતપૂર્વ સરકારોને જવાબદાર ગણે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

BIG NEWS : યુપી ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા RPN સિંહનું રાજીનામું, કહ્યું – ‘નવા અધ્યાયની શરૂઆત’

Dhruv Brahmbhatt

Gallantry Award List 2022: અદમ્ય સાહસ દર્શાવવા બદલ 939 વીરોને પ્રજાસત્તાક દિને ગેલેંટ્રી અવોર્ડથી કરાશે સન્માનતિ, અહીં જુઓ આખુ લિસ્ટ

Bansari

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!