સ્ટાર ફૂટબોલર ખેલાડી પર એક અમેરિકન મહિલાનો રેપનો આરોપ

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર એક અમેરિકન મહિલાએ રેપનો આરોપ લગાવતા તેના ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. એક જર્મન મેગેઝિને મહિલાનું નિવેદન છાપ્યુ છે. જેમાં આ મહિલાએ કહ્યુ છે કે 2009માં રોનાલ્ડોએ મારા પર રેપ કર્યો હતો. જોકે રોનાલ્ડોના વકીલે કહ્યું છે કે આવા મનઘડંત અહેવાલ છાપવા બદલ મેગેઝિન સામે અમે કાનૂની કાર્યવાહી કરીશું. પાંચ વખત પ્લેયર ઓફ ધ યર બનેલો રોનાલ્ડો હાલમાં ઈટાલિયન ક્લબ યુવેન્ટાસ તરફથી રમે છે. ક્લબે રોનાલ્ડોને 100 મિલિયન યુરો ચુકવ્યા છે.

મેગેઝિનના અહેવાલ પ્રમાણે 2009માં લાસ વેગાસની એક હોટલમાં રેપની ઘટના બની હતી .એ પછી મહિલા સાથે રોનાલ્ડોએ કોર્ટની બહાર 3.75 લાખ ડોલર ચુકવીને સમાધાન કર્યુ હતુ અને  આ બાબતે કોઈની સાથે વાત નહી કરવા માટે કરાર કર્યો હતો. મેગેઝિનના એડિટરનુ કહેવું છે કે રિપોર્ટ છાપતા પહેલા કેટલીય વખત રોનાલ્ડોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરાયો હતો પણ તેના તરફથી કોઈ જવાબ આવ્યો ન હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter