GSTV

માસ્ક ફ્રી થયું અમેરિકા/ સીડીસીએ આપી દીધી છૂટછાટ, બાઈડન સરકાર માટે આવી મોટી ખુશખબર

Last Updated on April 28, 2021 by Bansari

કોરોના મહામારીના સંકટનો બહુ ખરાબ રીતે સામનો કરી ચુકેલા અમેરિકામાં હવે સ્થિતિ સામાન્ય બની રહી છે. અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવા પ્રમાણે સંપૂર્ણપણે વેક્સિનેટેડ થઈ ચુકેલા અમેરિકનોએ ભારે ભીડ સિવાયની જગ્યાઓએ માસ્ક પહેરવાની જરૂર નથી.

અનેક અમેરિકનોએ કોરોના સંક્રમણમાં પોતાનો જીવ ગુમાવ્યો છે પરંતુ હવે અમેરિકાની સ્થિતિ સુધરી રહેલી જણાય છે. વેક્સિનેશન બાદ અમેરિકામાં બધુ પહેલા જેવું બની રહ્યું છે. અમેરિકાની પ્રમુખ સ્વાસ્થ્ય સંસ્થા સીડીસીએ સ્પષ્ટપણે કહ્યું છે કે, સંપૂર્ણપણે વેક્સિનેશન કરાવી ચુક્યા હોય તેવા અમેરિકનોએ અજાણ્યા લોકોની ભારે ભીડ હોય તેવા સ્થળોને છોડીને અન્ય જગ્યાએ માસ્ક પહેરવાની જરૂર નથી.

માસ્ક

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પણ ટ્વીટમાં લખ્યું હતું કે, COVID-19 સામેની લડાઈમાં આપણે જે અસાધારણ પ્રગતિ કરી છે, તેના કારણે CDCએ આજે મોટી જાહેરાત કરી છે. બાઈડને લખ્યું હતું કે, ‘જો તમે સંપૂર્ણપણે વેક્સિનેશન કરાવી ચુક્યા છો તો તમારે ભીડભાડવાળી જગ્યા છોડીને બાકીની જગ્યાએ માસ્ક લગાવવાની આવશ્યકતા નથી. તમારા અને તમારી આજુબાજુના લોકોનો જીવ બચાવવા માટે વેક્સિનેશન જરૂરી છે.’

Read Also

Related posts

Bollywood : માત્ર સૌંદર્યમાં જ નહીં પણ ફિટનેસમાં પણ દરેકને માત આપે છે ઉર્વશી રૌતેલા, જિમ રૂટિન તમને કરી નાખશે અચંભિત

Vishvesh Dave

આસામ-મિઝોરમ સરહદ વિવાદ: બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગમાં બાદ વધ્યો સંઘર્ષ, જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય બંધ

Pritesh Mehta

ના હોય! માતાના ગર્ભમાંથી નીકળતા જ પ્રેગ્નેટ થઈ ગઈ 1 દિવસની બાળકી, પુત્રીના પેટમાં ઉછરી રહ્યું હતું બાળકઃ ગર્ભમાં હૃદય અને હાડકાં બની ગયા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!