GSTV
News Trending World

અમેરિકન થિંક ટેંકે કાશ્મીર બાબતે કર્યો ચોંકાવનારો ખુલાસો, પાડોશી દેશને લાગશે મોટો ઝટકો

કાશ્મીર બાબતે પાકિસ્તાન તમામ પ્રયત્નો કરી લે પરંતુ દુનિયામાં કોઇ પણ દેશ પાકિસ્તાનની વાતને ગંભીરતાથી લેતું નથી. એક અમેરિકન થિંક ટેંકએ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર પર ભારતના નિર્ણયનો જવાબ આપવા માટે પાકિસ્તાન પાસે ઘણા સિમિત વિકલ્પો છે. કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસના રિપોર્ટમાં ઘણા નિષ્ણાતોએ કહ્યું કે આ મુદ્દા પર પાકિસ્તાનની સાખ ખરાબ છે. કારણ કે તે આતંકવાદી જૂથોનો સાથ આપતું રહ્યું છે.

કાશ્મીર પર છ મહિનાથી ઓછા સમયમાં પોતાના બીજા રિપોર્ટમાં સીઆરએસએ કહ્યું કે સૈન્ય એકશનથી યથા-સ્થિતિ બદલવા માટે પાકિસ્તાનની ક્ષમતા તાજેતરના વર્ષોમાં ઓછી થઇ છે. તેનો મતલબ એ છે કે પાકિસ્તાન પાસે હવે કૂટનૈતિક માર્ગ જ બચ્યો છે.

13 જાન્યુઆરીએ જાહેર થયેલા આ રિપોર્ટમાં સીઆરએસએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નિરસ્તના મામલે પાંચ ઓગષ્ટ બાદ પાકિસ્તાન ડિપ્લોમેટીક રીતે એકલું પડી ગયું.. એક માત્ર તુર્કીએ તેનો સાથ આપવાની વાત કહી. પાકિસ્તાને ચીનની મદદથી UNSCમાં બેઠક બોલાવી.. પરંતુ આ બેઠક પણ બંધ બારણે યોજાઇ. આ રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે કાશ્મીરમાં આતંકવાદનું સમર્થન પાકિસ્તાનને વૈશ્વિક રીતે મોંઘુ પડશે.

READ ALSO

Related posts

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

KBC-14 / શાશ્વત ગોયલ બન્યો સીઝનનો બીજો કરોડપતિ, હવે જીતશે આટલા કરોડ રૂપિયા

Hemal Vegda

jio યુઝર્સ માટે કામના સમાચાર, આ યુઝર્સને મળશે મફ્ત 5G સેવા!

Hardik Hingu
GSTV