પત્ની અને બાળકને ઘર ખર્ચ ન આપી શકતા જાણિતા ગાયકને જેલમાં જવુ પડ્યું

અમેરિકન સિંગર આર.કેલી જે યૌન શોષણનાં દસ કરતા વધારે કેસમાં આરોપી છે. કેલીની પૂર્વ પત્નિને તેનાં બાળકનાં ભરણપોષણનો ખર્ચ  ન ભરી શક્તા તેને જેલમાં જવાનો વારો આવ્યો છે.

કેલી પોતાનાં બાળકનાં ઉછેર માટે 1,61,000 ડોલરની ભરપાઈ કરવામાં નિષ્ફળ રહ્યા છે. જેથી તેમને જેલનાં સળીયા ગણવાનો વારો આવ્યો છે.  મળતી માહિતી પ્રમાણે કેલીને ગઈ કાલે સાંજે જેલમાં ધકેલી દેવાયો છે. તે  બાલ સહાય કેસમાં સુનાવણીની આગલી તારીખે જેલમાંથી બહાર આવી શકે છે.

View this post on Instagram

Happy Sunday 🎶

A post shared by R Kelly (@rkelly) on

કોર્ટનાં જણાંવ્યા પ્રમાણે કેલી પોતાની પૂર્વ પત્નીને 6 ફેબ્રુઆરી સુધી બાળકનાં ભરણપોષણની સહાયતા પેટે 1,69,000ની ભરપાઈ કરવામાં નિષ્ફળ રહ્યા છે.  વર્ષ 2009માં 8 જાન્યુઆરીએ કોર્ટે આદેશ આપ્યો હતો કેદર મહિને 20,833 ડોલર ભરણ પોષણ માટે ચુકવવાનાં રહેશે. જો કે સિંગર કેલીએ કોર્ટનાં આદેશનું પાલન કર્યુ ન હતું.

View this post on Instagram

👑 (.) #bornforthis

A post shared by R Kelly (@rkelly) on

કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ થી બચવા માટે ન્યાયધીશે કેલીને 1,61,663 ડોલરની ચુકવણી કરવા માટે આદેશ આપ્યો હતો. જાણીતા મીડિયા સમુહે કેલીનાં ઇન્ટરવ્યુનો પ્રથમ ભાગ પ્રસારિત કર્યા બાદ તુરત જ કેલીને જેલ કેદ થયાનાં સમાચાર વહેતા થયા હતાં. જો કે કેલીએ તમામ આરોપો ફગાવી દિધા હતાં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter