GSTV

એકટ્રેસે શેર કર્યો ન્યૂડ ફોટો, આ બિમારી વિશે લોકોમાં ફેલાવી રહી છે જાગૃતિ

અમેરિકન સિંગર, સોંગરરાઈટર, એક્ટ્રેસ અને લેખિકા મારગ્રેટ લિએન રાઈમ્સ સિબ્રાયને હાલમાં જ પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરીને ચામડી સાથે જોડાયેલી બિમારીને લઈને જાગૃકતા ફેલાવી રહી છે. લિએને ઈંસ્ટાગ્રામ પર પોતાની બે તસ્વીરો શેર કરી છે. જેમાં તેની સ્કીન પર આ બિમારીના લક્ષણો જણાય રહ્યા છે.

મારગ્રેટે પોતાની આ પોસ્ટની સાથે એક ઈમોશનલ મેસેજ પણ લખ્યો છે. જેમાં તે જણાવે છે કે, તે સોરાઈસિસ રોગથી પીડાઈ રહી છે. આ રોગના સામાન્ય લક્ષણ શરીરમાં પ્રભાવિત સામાન્ય અંગોમાં ખંજવાળ આવે છે. ત્વચા પર પોપડી પડી ઉપરની પરત જામી જાય છે. જે શરીરમાં લાલ લાલ ધબ્બા જેવુ થઈ જાય છે.

મારગ્રેટ પોતાની પોસ્ટમાં જણાવે છે કે, આ તસ્વીરો શેર કરી રોગ વિશે વાત કરતા તેને ઘણુ સારૂ લાગી રહ્યુ છે. તેણે વિશ્વ સોરાઈસિસ દિવસ પર આ સ્ટોરીને શેર કરી છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે સોરાઈસિસનો કોઈ સંપૂર્ણ ઈલાજ નથી, પણ સોરાઈસિસના લક્ષણોની ગંભીરતા જાણી તેને ઘણી બધી રીતે કંટ્રોલ કરી શકાય છે.

9 વર્ષની ઉંમર સુધી મારગ્રેટ એક અનુભવી સિંગર રહી ચુકી હતી. તેણે પોતાના પિતા સાથે દેશભરમાં ટૂર કર્યુ હતું. 13 વર્ષની ઉંમરમાં મારગ્રેટ પોતાના પહેલો આલ્બમ પણ રીલીઝ કર્યો હતો, જે ખૂબ જ લોકપ્રિય રહ્યો હતો.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!