GSTV

અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રંપનું એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીમાં 4 પ્રકારે અવનવી રીતે કરાશે સ્વાગત

Last Updated on February 19, 2020 by Mansi Patel

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મોંઘેરા મહેમાન બની રહ્યા છે. ત્યારે મહેમાનના ભવ્ય સ્વાગત માટે કોઇ કચાશ ન રહી જાય તે માટે મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પર ઉતરે ત્યાંથી ગાંધી આશ્રમ સુધીમાં તેમનું સંગીતની સુરાવલીએ સાથે કેવી રીતે સ્વાગત થશે આવો જોઇએ.

ગુજરાતી પરંપરાગત પોશાકમાં સજ્જ લોકો કરશે સ્વાગત

ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવ. એટલે કે અતિથિને ઇશ્વરનો દરજ્જો આપવામાં માને છે. ત્યારે જો વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના મહેમાન બનવાના હોય તો પછી તેની આગતા-સ્વાગતા પણ એટલી જ ભવ્ય રહેવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના કાફલા સાથે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે અને ત્યાંથી ગાંધી આશ્રમ પહોંચશે ત્યાં સુધીમાં તેમનું 4 પ્રકારે અવનવી રીતે સ્વાગત કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા ટ્રમ્પ જેવા એરપોર્ટની બહાર નીકળશે કે તુરંત જ ગુજરાતી પરંપરાગત પોશાકમાં સજ્જ લોકો તેમનું ભાવભીનું સ્વાગત કરશે. એરપોર્ટથી તાજ સર્કલ સુધી અંદાજે એક હજાર લોકો ભાતીગળ પોશાકમાં સજ્જ થઇ વિવિધ વાદ્યો સાથે સંગીતમય સુરાવલીઓ વડે ટ્રમ્પનું સ્વાગત કરશે.

ઘંટનાદ તેમજ મંજીરા સાથે આવકારાશે

સંખ્યા મુજબ જોઇએ તો કુલ 100 લોકો શંખનાદ કરશે. જ્યારે કે 80 જેટલા લોકો ઘંટનાદ તેમજ મંજીરા વગાડી ટ્રમ્પને આવકારશે. બીજી તરફ 100 જેટલા લોકો શરણાઇ, ઢોલ અને પાવો વગાડી રંગત જમાવશે. જ્યારે કે 200 જેટલા લોકો નાસિક ઢોલ તેમજ ત્રાંસા સાથે ગગન ગજાવશે. આ ઉપરાંત 50 લોકો પંજાબી ઢોલ વગાડશે. તો તેમની સાથે 100 જેટલા લોકો ખડકવાળી ઢોલ સાથે ઉપસ્થિત રહેશે. તો 100 જેટલા લોકો બ્યુગલ અને ભુંગળ વગાડી મહેમાનોનું સ્વાગત કરશે. તો 100 વ્યક્તિઓ ગુજરાતની ઓળખ સમાન ભાતીગળ છત્રી લઇને હાજર રહેશે. આમ એરપોર્ટથી તાજ સર્કલ સુધીમાં ઢોલ-નગારા અને પાવાના ગગનભેદી નાદ સાથે મહેમાનોનું અદકેરું સ્વાગત કરાશે.

READ ALSO

Related posts

BIG NEWS / આ તારીખે રાજ્યમાં યોજાશે ગુજરાતી ભાષાની “ઉચ્ચ શ્રેણી”ની પરીક્ષા, ચુસ્તપણે કોવિડ ગાઇડલાઇનનો પાલન કરવા આદેશ

Dhruv Brahmbhatt

જલ્દી કરો! માત્ર 29 હજારમાં મળી રહ્યો છે iPhone! ઑફર જાણશો તો થઇ જશો ખુશ

Bansari

Kriti Sanon Birthday/ કૃતિ સેનન પાસે છે કરોડોની સંપત્તિ, એક ફિલ્મ માટે લે છે આટલી ફી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!