GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કંઈ એમ જ નથી કહેવાતા જગત જમાદાર, ટ્રમ્પના સુરક્ષા કાફલાની આવી હોય છે ખાસિયતો

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ પ્રમુખ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે હવે તેમના આગમનને લઈ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સ્વાભાવિક છે, વિશ્વની મહાસત્તાના જગત જમાદાર જ્યારે કોઈ રાષ્ટ્રની મુલાકાત અર્થે જાય છે, ત્યારે આસપાસના વિસ્તારમાં સિક્યુરિટી અને સુરક્ષા જવાનોનો કાફલો ખડકાઈ જતો હોય છે.

આપને જણાવી દઈએ કે, ટ્રમ્પના કાફલામાં 12 ગાડીઓ જોડાઈ છે. જ્યારે ટ્રમ્પ અમદાવાદમાં આવશે ત્યારે સૌથી પહેલા અમદાવાદ પોલિસની ગાડીઓ હશે, વચ્ચે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પની 12 ગાડીઓ સાથેનો કાફલો હશે, આ ગાડીઓ સિક્રેટ સર્વિસ એજન્સીઓના એજન્ટની ગાડીઓ મોર્ચો સંભાળશે. આ ગાડીઓમાં જે પણ સુરક્ષા જવાનો હોય છે, તે તમામ પ્રકારના આધુનિક સુરક્ષાના સાધનોથી સજ્જ હોય છે.

અમદાવાદમાં જ્યારે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે અમદાવાદ તૈયારી થઈ ગયું છે. ત્યારે હવે આ કાર્યક્રમને લઈ હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ટ્રમ્પની આ મુલાકાતમાં સુરક્ષાની કોઈ ચૂક ન થાય તે માટે તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે. ટ્રમ્પ જે જગ્યાએથી પસાર થશે તે, 22 કિમીના રૂટ પર 40 કેમેરા ગોઠવવામાં આવશે.

ટ્રમ્પના કાફલામાં સામાન્ય રીતે જોઈએ તો, 12 ગાડીનો કાફલો હોય છે. જેમાં આગળ BMW અને પાછળ સેન્સરવાન હોય છે. ટ્રમ્પની બે બીસ્ટની આગળ એક મોટી એસયુવી હોય છે, આ એસયુવીમાં બેઠેલા સિક્રેટ સર્વિસ એજન્ટો કોન્વોયના રૂટનું સંચાલન કરે છે. બીસ્ટની પાછળ બે શેવરોલીમાં બોંબ સ્કોવોડ અને સુરક્ષા એજન્ટો પણ સામેલ હોય છે. જે કોઈ પણ પ્રકારના સંકટમાં રાષ્ટ્ર પ્રમુખને બચાવવાની જવાબદારી તેમના માથે હોય છે.

ડોનાલ્ડ ટ્રમ્પના કાફલામાં 12 ગાડીઓની સાથે 3-4 ગાડીમાં ડૉક્ટર, લશ્કરી સહાયક, પત્રકારો સહિત સુરક્ષાના સાધનોથી સજ્જ ગાડીઓ હોય છે, જેમાં હાઈટેક સાધનો અને કમ્યુનિકેશનના આધુનિક સાધનો પણ હોય છે.જેના માધ્યમથી ટ્રમ્પ ધારે ત્યારે કોઈ પણ રાષ્ટ્રના પ્રમુખ અથવા રાજકારણી સાથે વાત કરી શકે છે.

READ ALSO

Related posts

દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક બની શકે છે ભારતીય પોસ્ટ, ગ્રામિણ બેંકોનું થઈ શકે છે વિલિનીકરણ

Pravin Makwana

જમ્મુ કાશ્મીરમાં તમામ કર્માચારીઓને મળશે 25 હજારનું વધારાનું ભથ્થુ, નવા બનેલા ઉપરાજ્યપાલે આપી મોટી ભેટ

Pravin Makwana

બોસે પીએફના પૈસા આપવામાં સમય લીધો, કર્મચારીએ બોસના નામે અશ્લિલ સામગ્રી ઓર્ડર કરી ડેટિંગ સાઈડ પર નાંખી દીધો નંબર

Karan
Do NOT follow this link or you will be banned from the site!