GSTV

BEST OF TRUMP : વૈભવી જીવન જીવતા ટ્રમ્પને જીવનમાંથી જ એટલો નશો મળી ચૂક્યો છે કે કોઈ માદક દ્રવ્યનો નશો જ નથી કરતાં

ફક્ત અમેરિકા જ નહીં, આખું વિશ્વ ટ્રમ્પના પાત્ર અને તેની સફળતાની વાત જાણવા રસ દાખવી રહ્યું છે, કે આખરે ડોનાલ્ડ ટ્રમ્પ કોણ છે? આજે અમે તમને જણાવીશું કે ડોનાલ્ડ ટ્રમ્પ કોણ છે, અને તેમણે કેવી રીતે ઉદ્યોગપતિથી લઈ વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ તરફનો માર્ગ નક્કી કર્યો. ચાલો જોઇએ ટ્રમ્પની સફળતા અને વિવાદોની 25 કહાનીઓ દ્વારા તેમના જીવનનો સારાંશ.

ન્યૂયોર્કના ક્વીન્સમાં થયો જન્મ

ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ 4 જૂન 1946માં ન્યુયૉર્કના ક્વીન્સમાં થયો હતો. 13 વર્ષની ઉંમરે ટ્રમ્પ અભ્યાસ કરવા મિલિટ્રી સ્કૂલમાં ગયા હતા. બાદમાં 1964માં, તેમણે લશ્કરી એકેડેમીમાંથી સ્નાતક કર્યું.

બાળપણમાં જ મેળવ્યો વૈભવ વિલાસ

ડોનાલ્ડ ટ્રમ્પ બાળપણથી જ વૈભવી ઉછેર પામ્યા છે. ટ્રમ્પના પિતા ફ્રેડ ટ્રમ્પ અમરિકાના રીઅલ એસ્ટેટ સેક્ટરનો ખ્યાતનામ ચહેરો હતા. પૈસે ટકે સુખી સંપન્ન હોવાથી ટ્રમ્પ તે સમયમાં વૈભવી વાહનોમાં ફરતા. પોતાની કાર માટે તેમણે ડ્રાઇવર રાખ્યા હતા.

ફ્રેડ ટ્રમ્પ રિઅલ એસ્ટેટમાં મોટું નામ

ડોનાલ્ડ ટ્રમ્પના પિતા ફ્રેડ ટ્રમ્પ અમેરિકાના રીઅલ એસ્ટેટ સેક્ટરનો ખ્યાતનામ ચહેરો હતો. તેમની ટ્રમ્પ ડેવલપમેન્ટ કંપનીએ અમેરિકાના અનેક મોટા પ્રોજેક્ટ બનાવ્યા હતા. યુએસ નેવી માટેની કોલોન, બેરેક્સ અને ક્વીન્સના રેસિડેન્શિયલ સ્કીમનો સમાવેશ થાય છે. 93 વરસની ઉંમરે 1999માં ફ્રેડ ટ્રમ્પનું નિધન થયુ હતુ.

સ્કોટલેન્ડ નિવાસી હતા ટ્રમ્પના માતા

ડોનાલ્ડ ટ્રમ્પના પિતા ફ્રેડે મેરી એની સાથે 1936માં લગ્ન કર્યા હતા. મેરી એની મૂળ સ્કોટલેન્ડના હતાં. 1930ના અરસામાં તેઓ અમેરિકા આવીને વસ્યા હતા. તેઓ શરૂઆતમાં ચાર વરસ સુધી હોમ સર્વન્ટ કામ કરતા હતાં. 2000ના વરસમાં તેમનુ અવસાન થયુ હતુ.

1977માં ઇવાના અને ટ્રમ્પના મેરેજ થયા

ઇવાના ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી પત્ની હતાં. 1977માં ઇવાના અને ટ્રમ્પના મેરેજ થયા હતા. તેમના લગ્ન 15 વરસ ટક્યા હતા 1992માં ઇવાના અને ડોનાલ્ડ અલગ થયા હતા. ટ્રમ્પના માર્લા મેપલ્સ સાથે અફેરની વિગતો સામે આવ્યા બાદ બંનેના લગ્ન તૂટ્યા હતા. જે બાદ 1993માં ટ્રમ્પે માર્લા સાથે લગ્ન કર્યા. જો કે આ લગ્ન 9 વર્ષ સુધી જ ટક્યા. ટ્રમ્પે માર્લા સાથે 1999માં ડિવોર્સ લઇ લીધા. જો કે ત્યારબાદ ટ્રમ્પનું વર્ષો સુધી મેલેનિયા સાથે અફેર્સ રહ્યું. અને અંતે 2005માં ટ્રમ્પ અને મેલેનિયા લગ્નગ્રંથીથી જોડાયા.

મેલેનિયા અગાઉ મોડલ હતી

ટ્રમ્પની ઉંમર 70 વરસની છે તો તેમના પત્ની મેલેનિયા 46 વરસની એટલે કે ટ્રમ્પ કરતા 24 વરસ નાની છે. મેલેનિયા ટ્રમ્પ તેમની ત્રીજી પત્ની છે. મેલેનિયા અગાઉ મોડલ હતી. 1998માં ન્યૂ યોર્કમાં ફેશન વીક દરમિયાન ટ્રમ્પ અને મેલેનિયા વચ્ચે મુલાકાત થઇ હતી. મેલેનિયા અને ટ્રમ્પ વચ્ચે સંબંધો વધુ નિકટ થતા ગયા. જે બાદ ટ્રમ્પે પત્ની માર્લાથી છૂટાછેડા લઇને 2005માં ટ્રમ્પે મેલેનિયા સાથે લગ્ન કરી લીધા. મેલેનિયા મૂળ સ્લોવેનિયાની છે.

ટ્રમ્પની કંપની ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના કો-હેડ છે

ટ્રમ્પને કુલ પાંચ સંતાનો છે. જેમાં ટ્રમ્પ જૂનિયર તેમના સૌથી મોટા પુત્ર છે. તેઓ ટ્રમ્પની કંપની ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના કો-હેડ છે. જૂનિયર ટ્રમ્પ, એરિક ટ્રમ્પ અને ઇવાન્કા ટ્રમ્પ એ ઇવાના અને ટ્રમ્પના સંતાન છે. જ્યારે ટ્રમ્પના બીજા પત્ની માર્લાએ ટિફની ટ્રમ્પને જન્મ આપ્યો હતો. તે ટ્રમ્પનું ચોથું સંતાન છે..જ્યારે કે મેલેનિયા થકી ટ્રમ્પને બેરન નામનું સંતાન છે. બેરન ટ્રમ્પ પરિવારના સૌથી નાના સભ્ય છે.

ટ્રમ્પના વિજયી કેમ્પેઇનમાં કુશનરની મહત્વની ભૂમિકા રહી

દીકરી ઇંવાકાના પત્નિ જેર્ડ કુશનર ટ્રમ્પના માનીતા છે. જમાઇ જેર્ડની ટ્રમ્પના વહીવટી તંત્રમાં સક્રિય ભૂમિકા રહેવાની છે. તેના પૂર્વજો હિટલરે યહુદીઓના કરેલા કત્લેઆમમાં મોતને ભેટ્યા હતા. હાવર્ડમાંથી તેણે સ્નાતકની ડિગ્રી અને ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાંથી જર્ડે કાયદાની ડિગ્રી મેળવી છે. તેણે પરિવારનો રિઅલ એસ્ટેટ બિઝનેસ સંભાળ્યો હતો. કુશનર ન્યૂયોર્ક ઓબ્ઝર્વર નામનુ છાપુ પણ ચલાવે છે. રાજકારણનો ઓછો અનુભવ હોવા છતા પણ ટ્રમ્પના વિજયી કેમ્પેઇનમાં કુશનરની મહત્વની ભૂમિકા રહી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે

ડોનાલ્ડ ટ્રમ્પ એક સફળ અમેરિકન ઉદ્યોગપતિ છે. તેમની પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે. ન્યુયોર્કના ખૂબ જ મોંઘા મેનહટન વિસ્તારમાં તેમની પાસે ખાસી સંપત્તિ છે. તેમને એક પૈસાદાર અમેરિકન કહીએ તો પણ ખોટું નહીં હોય. ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના નામે તેમની મલ્ટીનેશનલ કંપની છે. તેનું હેડક્વાર્ટર ન્યૂયોર્કમાં આવેલા ટ્રમ્પ ટાવરમાં આવેલું છે. ટ્રમ્પ આ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન છે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમનો પુત્ર જૂનિયર ટ્રમ્પ આ કારોબારને સંભાળતો હતો.

કાપડ માર્કેટમાં પણ કારોબાર

ટ્રમ્પનો રિયલ એસ્ટેટ ઉપરાંત કાપડ માર્કેટમાં પણ કારોબાર છે. તેઓ પોતાના ઉદ્યોગ માટે કપડાનું ઉત્પાદન માત્ર ચીન અને બાંગ્લાદેશમાં જ કરાવે છે. કારણ કે આ દેશોમાં લેબર ઘણો સસ્તો છે.

ટ્રમ્પ ટાવરમાં તેમનું નિવાસ સ્થાન

ટ્રમ્પ ભલે રાષ્ટ્રપતિ બન્યા બાદ વ્હાઇટ હાઉસમાં રહેવા જતા રહ્યા. પરંતુ તે પહેલા ટ્રમ્પ અને તેમનો પરિવાર ન્યૂયોર્કના સૌથી મોંઘા વિસ્તાર મેનહટનમાં રહેતા હતા. અહીં આવેલા ટ્રમ્પ ટાવરમાં તેમનું નિવાસ સ્થાન આવેલું છે. આ ટાવર 72 માળનો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્કમાં ટ્રમ્પ ટૉવર બનાવ્યું

1971માં ટ્રમ્પ મેનહટનમાં એક નફાકારક પ્રોજેક્ટ્સ બનાવવામાં સામેલ થયા હતા. જ્યાર બાદ, 70ના દાયકામાં જ ટ્રમ્પે 7 કરોડ ડૉલરમાં ખોટમાં ચાલતી કમોડોર હોટલ ખરીદી. અને બાદમાં 1980માં તેમણે હોટલને ધ ગ્રાન્ડ હયાત ન્યૂયોર્ક નામથી શરૂ કરી. 1982માં, ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્કમાં ટ્રમ્પ ટૉવર બનાવ્યું. તે ન્યૂ યોર્કની સૌથી પ્રખ્યાત ઇમારતોમાંની એક છે.

અનેક સૌદર્ય સ્પર્ધાના માલિક ડોનાલ્ડ ટ્રમ્પ હતા

1996થી લઇને 2015 સુધી અમેરિકામાં મિસ યુનિવર્સ, મિસ અમેરિકા જેવી અનેક સૌદર્ય સ્પર્ધા અને શો આયોજીત થયા. તે બધાના માલિક ડોનાલ્ડ ટ્રમ્પ હતા.

ટ્રમ્પ એક ગેમ શોને હોસ્ટ કરી ચુક્યા છે

તમને જાણીએ નવાઇ લાગશે કે ડોનાલ્ડ ટ્રમ્પ એક ગેમ શોને હોસ્ટ કરી ચુક્યા છે. ધ એપ્રેન્ટાઇન્સ નામના ગેમ શોને તેઓ હોસ્ટ કરતા હતા. જેમાં ભાગ લેનારા લોકોની ઔદ્યોગીક ક્ષમતાને પારખવામાં આવતી હતી. આ શોના એક એપીસોડની ફી બદલ ટ્રમ્પ 3.75 લાખ ડોલર વસુલતા હતા.

ટ્રમ્પને રિયલ એસ્ટેટ વ્યવસાયમાં મોટો ફટકો પડ્યો

ટ્રમ્પને 1990ના દાયકામાં રિયલ એસ્ટેટ વ્યવસાયમાં મોટો ફટકો પડ્યો. ટ્રમ્પના તાજમહેલ ઇન એટલાન્ટિક સિટી ગ્રુપ અને ટ્રમ્પ પ્લાઝાને નાદાર જાહેર કરવામાં આવ્યા.

ટ્રમ્પે 1999માં રિફોર્મ પાર્ટી બનાવીને રાજનીતિમાં એન્ટ્રી કરી

ઔદ્યોગીક ક્ષેત્રે નુકસાન થયા બાદ ટ્રમ્પે રાજનીતિમાં હાથ અજમાવવાનો નિર્ણય કર્યો. ટ્રમ્પે 1999માં રિફોર્મ પાર્ટી બનાવીને રાજનીતિમાં એન્ટ્રી કરી. પરંતુ પાર્ટીના આંતરિક ઝઘડાથી કંટાળીને તેમણે ફેબ્રુઆરી-2000માં પોતાને ચૂંટણીથી અલગ કરી લીધા.

ટ્રમ્પ લેખન ક્ષેત્રમાં પણ હાથ અજમાવી ચુક્યા છે

તમને જાણીને આશ્ચર્ય થશે કે ઔદ્યોગીક ક્ષેત્ર અને રાજકીય ક્ષેત્ર ઉપરાંત ટ્રમ્પ લેખન ક્ષેત્રમાં પણ હાથ અજમાવી ચુક્યા છે. ટ્રમ્પ એક પ્રસિદ્ધ લેખક છે. અને તેમણે 50થી વધુ પુસ્તકો પણ લખ્યા છે. તેમની મોટા ભાગના પુસ્તકો મોટીવેશનલ અને બિઝનેસ અંગેના છે.

ટ્રમ્પ અને વિવાદ

ટ્રમ્પ અને વિવાદ એકબીજાના પર્યાય રહી ચુક્યા છે. તેમ છતાં 19 જુલાઇ 2016ના રોજ રિપબ્લિકન પાર્ટીએ ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા. જે બાદ ટ્રમ્પ આ ચૂંટણી જીતીને રાષ્ટ્રપતિ પણ બન્યા.

ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ

ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ છે. ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમની ઉંમર 70 વર્ષની હતી. આ પહેલા રોનાલ્ડ રેગન અમેરિકાના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ હતા. રેગન જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેઓ 69 વર્ષ 349 દિવસના હતા.

ટ્રમ્પ કોઈ વિશેષ રાજકીય બેકગ્રાઉન્ડ નથી

ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં એવા પહેલા રાષ્ટ્રપતિ બન્યા કે જે રાજ્યપાલના પદે નથી રહ્યા. જેમનું કોઈ વિશેષ રાજકીય બેકગ્રાઉન્ડ નથી. આ અગાઉ 1953માં, દ્વિટ આઇઝનહાવર યુએસના રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ બીજા વિશ્વ યુદ્ધમાં સુપ્રીમ કમાન્ડર હતા.

ટ્રમ્પના પોર્નસ્ટાર સાથે સંબંધો હોવાની વાત પણ સામે આવી

રાષ્ટ્રપતિ બન્યા પહેલા અને રાષ્ટ્રપતિ બન્યા બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પ મહિલાઓને લઇને જુદાજદા વિવાદોમાં રહ્યા. તેમના પણ ઘણી મહિલાઓએ યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા. મીટુ કેમ્પઇન દરમિયાન પણ ઘણી મહિલાઓએ ટ્રમ્પ દ્વારા તેમની છેડતી થઇ હોવાની વાત કહેવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રમ્પની પૂર્વ પત્ની ઇવાનાએ પણ ટ્રમ્પ ઉપર મેરીટલ રેપનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન ટ્રમ્પના પોર્નસ્ટાર સાથે સંબંધો હોવાની વાત પણ સામે આવી હતી. જો કે પોતાના વકીલ મારફત ટ્રમ્પ આ મુશ્કેલીમાંથી બહાર આવવામાં સફળ રહ્યા.

ટ્રમ્પ સામે મહાભિયોગ ચલાવવાની માંગણી કરાઇ હતી

ડોનાલ્ડ ટ્રમ્પ પર બે ડેમોક્રેટ સાંસદ અને પોતાના પતિસ્પર્ધિ જો બીડેનની વિરૂદ્ધ તપાસ શરૂ કરવા અંગે યુક્રેન ઉપર દબાણ નાંખવાનો આરોપ લાગ્યો હતો. જેને વ્યક્તિગત અને રાજકીય ફાયદા માટે પોતાના શક્તિઓના દુરપયોગ કરવાનો મામલો ગણીને ટ્રમ્પ સામે મહાભિયોગ ચલાવવાની માંગણી કરાઇ હતી. આ આરોપોની ખરાઇ માટે તપાસ પણ શરૂ કરી દેવાઇ. જો કે સિનેટમાં ટ્રમ્પ સામેના આરોપોને 52-48ના અંતરેથી ફગાવી દેતા ટ્રમ્પની જીત થઇ હતી.

સરેરાશ દરરોજ 12 વખત ટ્રમ્પ ખોટું બોલી ચુક્યા છે

ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર અનેક વખત ખોટું બોલવાના આરોપ લાગી ચુક્યા છે. કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાના ટ્રમ્પના નિવેદનથી ભારે હોબાળો થયો હતો. જે બાદ અમેરિકન વિદેશ વિભાગે સ્પષ્ટતા માટે આગળ આવવું પડ્યું હતુ. અગાઉ 2019માં વોશિંગ્ટન પોસ્ટના ફેક્ટ ચેકર્સ ડેટાબેઝમાં દાવો કરવામાં આવ્યો હતો કે અઢી વર્ષમાં ટ્રમ્પ દ્વારા 11 હજાર વખત ખોટું બોલવામાં આવ્યું હતુ. એટલે કે સરેરાશ દરરોજ 12 વખત ટ્રમ્પ ખોટું બોલી ચુક્યા છે.

ટ્રમ્પે જાહેરમાં પોતાના અજ્ઞાનથી લોકોને ચોંકાવી દીધા

જાહેરમાં પોતાને જીનિયસ ગણાવતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈતિહાસ અને ભૂગોળ અંગેની પોતાની જાણકારી લઇને ઘણી વખત ચર્ચામાં રહી ચુક્યા છે. તેમને એ પણ ખબર ન હતી ભારતની સરહદ ચીન સાથે જોડાયેલી છે. પુલિત્ઝર એવોર્ડ વિજેતા અમેરિકાના બે પત્રકારોએ પોતાના પુસ્તકમાં આ દાવો કર્યો હતો. આવું અનેક વખત બની ચુક્યું છે કે જ્યારે ટ્રમ્પે જાહેરમાં પોતાના અજ્ઞાનથી લોકોને ચોંકાવી દીધા હોય.

ટ્રમ્પ ન તો દારૂ પીવે છે કે ન તો કોઇ પણ પ્રકારનો નશો કરે છે

ઔદ્યોગીક ક્ષેત્રથી લઇને રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચી ચુકેલા ટ્રમ્પની એક વાત જાણીને તમે નવાઇ પામશો. ટ્રમ્પ ન તો દારૂ પીવે છે કે ન તો કોઇ પણ પ્રકારનો નશો કરે છે. ટ્રમ્પે ઘોસ્ટ્સ કાંટ ડૂ ઇટ નામની ફિલ્મમાં સહાયકની ભૂમિકા નિભાવી હતી. જેમાં ખરાબ અભિનય બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ગોલ્ફ રમવુ ઘણું ગમે છે અને તેઓ નિયમિત પણે ગોલ્ફ રમવા પહોંચી જાય છે. તેમની પાસે ઘણા ગોલ્ફ કોર્સ પણ છે.

READ ALSO

Related posts

એલર્ટ ! ભારતમાં પહેલીવાર, એક જ દિવસમાં Corona સંક્રમણનો આંકડો 700ને પાર

Bansari

1930 બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવશે મોટી તબાહી, માથાદીઠમાં આવકમાં થશે ઘટાડો

Pravin Makwana

યુરોપિયન સ્પેસ એજન્સીનો ચોંકાવનારો રિપોર્ટ, એન્ટાર્કટિકામાં સર્જાઈ છે વિકટ પરિસ્થિતિ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!