GSTV
Home » News » સુલેમાની અમેરિકા વિશે અપમાનજનક વાતો કરી રહ્યો હતો એટલે જ મારવાનો આદેશ આપવો પડ્યો

સુલેમાની અમેરિકા વિશે અપમાનજનક વાતો કરી રહ્યો હતો એટલે જ મારવાનો આદેશ આપવો પડ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના કુદ્સ ફોર્સના જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનું નવું કારણ જણાવ્યું છે. રિપબ્લીકન પાર્ટીને ફંડ આપનારા સમૂહોને સંબોધિત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇરાનના ટોચના જનરલ સુલેમાની અમેરિકા વિશે બહુ ખરાબ વાતો કરી રહ્યા હતા. આથી જ તેને મારી નાંખવાનો આદેશ મારે આપવો પડ્યો.

ટ્રમ્પે કહ્યું કે સુલેમાની સતત અમેરિકા વિરૂદ્ધ મન ફાવે તેમ ખરાબ વાતો ફેલાવી રહ્યો હતો. આખરે અમે તેને કેટલો સહન કરીએ. ટ્રમ્પે વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં સુલેમાની પર અમેરિકાએ કરેલા હુમલાની સંપૂર્ણ કાર્યવાહી નિહાળી હતી. તેમણે ફ્લોરિડાના પામ બીચ પર એક ક્લબમાં આયોજીત સમારોહમાં એ દ્રશ્યનો ઉલ્લેખ કર્યો.

ટ્રમ્પે કહ્યું કે અમને સૈન્યના અધિકારીઓ જણાવી રહ્યા હતા કે સુલેમાની અને અન્ય કેટલાક સૈનિકો જઇ રહ્યા છે. સૈન્ય અધિકારીઓએ ટ્રમ્પને કહ્યું કે અમે તેમને મારવા જઇ રહ્યા છીએ. તેમની પાસે ફક્ત 2 મિનિટ 11 સેકન્ડની જિંદગી બચી છે. જે બાદ અમેરિકન સૈનિકોના હુમલામાં કાસીમ સુલેમાનીનું મોત નિપજ્યું.

READ ALSO

Related posts

ગુજરાતમાં મીની ભારતનું નિર્માણ : સમગ્ર રાજ્યની સંસ્કૃતિઓ નિહાળશે ટ્રમ્પ

Mayur

યુવતી સાથે ગુજરાત ભાજપના નેતાનો વીડિયો વાયરલ, ટ્રમ્પની મુલાકાત સમયે કાંડ ચર્ચામાં

Karan

1 એપ્રિલથી બદલાઇ રહ્યાં છે આ 4 મોટા નિયમો, જાણી લો નહીંતર ભરાશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!