GSTV
Gujarat Government Advertisement

અમેરિકાએ લશ્કરના આતંકી સંગઠનના ટેગને યથાવત્ રાખ્યું, FATFમાં પાકિસ્તાનને લાગી શકે છે ઝાટકો

અમેરિકન તંત્રએ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાની સાથે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-જાંગવી સહિત 7 અન્ય સંગઠન પર વિદેશી આતંકી સંગઠનના ટેગની સમીક્ષા કરી અને તેમના આ ટેગને યથાવત્ રાખ્યા છે. અમેરિકન તંત્ર તરફથી એક નિવેદન બહાર પાડી આ માહિતી આપવામા આવી હતી. ડિસેમ્બર 2001માં યુએસ દ્વારા લશ્કર-એ-તૈયબાને પ્રથમવાર આતંકી સંગઠન જાહેર કરવામા આવ્યું હતું.

Gujarat Government Advertisement

અમેરિકન વિદેશ વિભાગનો આ આદેશ FATF (Financial Action Task Force) ની આગામી મહિને યોજાનારી મહત્ત્વપૂર્ણ બેઠક અગાઉ સામે આવ્યું છે. જે પાકિસ્તાન માટે એક મોટા ઝાટકો સાબિત થઈ શકે છે. 26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ અને લશ્કર-એ-તૈયબાના વડા જકીઉર રહમાન લખવીની તાજેતરમાં જ પાકિસ્તાનમાં ધરપકડ કરવામા આવી હતી. આ ધરપકડ ટેરર ફન્ડિંગ મામલે થઈ હતી, આરોપ છે કે લખવી બિઝનેસના નામે મળતી રકમનો ઉપયોગ આતંકી પ્રવૃત્તિઓમાં કરતો હતો.

આતંકી સંગઠનોના 6.3 કરોડ ડૉલર બ્લોક કર્યા

આ અગાઉ અમેરિકાએ વિદેશી આતંકી સંગઠન વિરુદ્ધ કાર્યવાહી કરતા 2019માં પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સહિત અન્ય આતંકી સંગઠનની 6.3 કરોડ ડૉલરની નાણાંકીય ફંડિંગ બ્લોક કરી હતી. અમેરિકાએ લશ્કર-એ-તૈયબાના 3.42 લાખ ડૉલર, જૈશ-એ-મોહમ્મદના 1725 ડૉલર, હરકત-ઉલ-મુજાહિદ્દીનના 45798 ડૉલરને બ્લોક કરવામા સફળતા મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ત્રણેય પાકિસ્તાની આતંકી સંગઠન છે. હરકત-ઉલ-મુજાહિદ્દીન જેહાદી સમૂહ છે જે કાશ્મીરમાં આતંકી ઘટનાઓને પાર પાડે છે.

FATFની બેઠકમાં પાકિસ્તાનને લાગશે ઝાટકો

ટેરર ફંડિંગ મામલે પાકિસ્તાને કેટલું કામ કર્યું છે તે FATFના જોઈન્ટ ગ્રૂપ દ્વારા મહત્ત્વપૂર્ણ બેઠકમાં ચકાસવામા આવશે. FATFએ પાકિસ્તાનને 27 પોઈન્ટ્સ પર કામ કરવા માટે કહ્યું હતું અને આ બેઠકમાં જોવામાં આવશે કે પાકિસ્તાને કેટલા પોઈન્ટ્સ બાબતે કાર્યવાહી કરી છે. બેઠકમાં આપવામાં આવનારી સલાહના આધાર પર FATF આગામી મહિને નક્કી કરશે કે પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં જ રાખવામા આવે કે તેને બદલવું જોઈએ. ગત વખતે FATFની બેઠકમાં સામે આવ્યું હતું કે, પાકિસ્તાને માત્ર 21 પોઈન્ટ્સ પર કામ કર્યું હતું.

બ્લેક લિસ્ટમાં જઈ શકે છે પાકિસ્તાન

પાકિસ્તાન હાલ ગ્રે લિસ્ટમાં જ છે પરંતુ જો તે આતંકવાદને નાણાંકીય સહાય સંબંધિત 27 પોઈન્ટ પર કામ કરતું નથી તો તેને બ્લેકલિસ્ટ કરવામા આવી શકે છે. FATFએ પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્ર તરફથી જેમને આતંકી જાહેર કરાયા છે તેમની વિરુદ્ધ એક્શન લેવા માટે કહ્યું છે. જો પાકિસ્તાન ગ્રે લિસ્ટમાંથી બહાર નથી આવતું તો IMF, વર્લ્ડ બેંક અને યુરોપિયન યુનિયન પાસેથી આર્થિક મદદ મેળવવી મુશ્કેલ બનશે ખાસ કરીને હાલના સમયમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ઈન્ટરનેશનલ સમુદાય પાસેથી મદદ માગી ચૂક્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

Bansari

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!