GSTV

કોલકાતા નાઈટ રાઇડર્સને મોટો ફટકો, આ વિદેશી ખેલાડી થયો આઈપીએલમાંથી બહાર

Last Updated on October 8, 2020 by

આઈપીએલ 2020ની શરૂઆતમાં કોલકાતા નાઈટ રાઇડર્સના હેરી ગર્નીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ખભામાં ઈજા થવાને કારણે ઇંગ્લેન્ડના ખેલાડીને આઈપીએલમાંથી બહાર થવાની ફરજ પડી હતી. ત્યાર બાદ કોલકાતાએ અમેરિકન ફાસ્ટ બોલર અલી ખાનને ટીમમાં સામેલ કર્યો હતો.

કેકેઆરને વધુ એક ફટકો પડ્યો

પરંતુ હવે કેકેઆરને વધુ એક ફટકો પડ્યો છે. અલીએ પણ ઈજાને કારણે આઈપીએલમાંથી બહાર થઇ ગયો છે. આઈપીએલએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, કોલકાતાએ હેરી ગર્નીની જગ્યાએ અમેરિકાના અલી ખાનને ટીમમાં સામેલ કર્યો હતો અને તે પોતાના દેશનો પ્રથમ ખેલાડી હતો જેણે આઈપીએલની કોઈપણ ફ્રેન્ચાઇઝી સાથે કોન્ટ્રાકટ કર્યો હોય. દુર્ભાગ્યવશ અલી પણ ઘાયલ થયો છે અને તે આઈપીએલ-13માં રમી શકશે નહીં. અલીએ કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં સારું પ્રદર્શન કર્યું હતું અને તેથી જ તે આઈપીએલમાં કોલકાતા સાથે જોડાયો હતો.

આઈપીએલની આ સિઝન કેકેઆર માટે વધારે ખાસ રહી નથી

આ સિઝનમાં સીપીએલનો ખિતાબ ટ્રિનબાગો નાઈટ રાઇડર્સ દ્વારા જીતવામાં આવ્યો હતો અને તેમાં અલી ખાનની મહત્વની ભૂમિકા હતી. આઈપીએલની આ સિઝન કેકેઆર માટે વધારે ખાસ રહી નથી. ટીમે રમેલી પાંચ મેચમાંથી ત્રણમાં જીત મેળવી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં 10 રને શાનદાર વિજય હાસંલ કર્યો હતો.

Related posts

કોરોનાનું જોર ઘટ્યું/ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક દર્દી સારવાર હેઠળ, આ મોટી સરકારી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી

Bansari

અમદાવાદ/ વિકાસના પ્રોજેક્ટો AMCની અભેરાઈ ઉપર, રીવરફ્રન્ટના ઝીપ લાઈન,ક્રૂઝ બોટ સહીતના બંધ હાલતમાં

Damini Patel

ત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!