GSTV

ઘોડાગાડીનો અકસ્માત / બૂલેટ ટ્રેનના યુગમાં અમેરિકામાં ઘોડા ગાડીમાં સફર કરી રહેલા દંપતિનું મોત, 8 બાળકો ઘાયલ..

Last Updated on October 21, 2021 by Zainul Ansari

ઘોડાગાડીનો અકસ્માત થયો અને એમાં 2 વ્યક્તિના મોત થયા એમ કોઈ કહે તો વિશ્વાસ પડે? મોત ઉપરાંત આઠ વ્યક્તિ ઘાયલ થયા એમ કહે તો વિશ્વાસ પડે? કોઈ એમ કહે કે આવો અકસ્માત અમેરિકામાં થયો છે, તો વિશ્વાસ પડે? બુલેટ ટ્રેનના યુગમાં ઘોડાગાડી ચાલતી હોય એ જ ઘણા લોકો માટે નવાઈની વાત છે. પરંતુ ઘોડાગાડીનો અકસ્માત થાય અને એકથી વધારે મોત, ઘાયલ થાય એ તો માનવા જેવી વાત ન લાગે પણ હકીકતમાં તો એવુ જ બન્યું છે. તેનું કારણ એ છે કે અમેરિકામાં એમિશ નામનો સમુદાય રહે છે. એ સમુદાય શહેરોથી દૂર ગામડામાં વસે છે અને ઘોડાગાડી જેવા પુરાતન સાધનોનો જ ઉપયોગ કરે છે. એમના રસ્તાઓ પર ઘોડાગાડી પસાર થઈ રહી છે એવા સાઈનબોર્ડ પણ મારેલા હોય છે.

અમેરિકાના વર્જિનિયામાં આવેલા ફર્મવિલેમાં એક એમિશ પરિવાર ઘોડાગાડી પર જઈ રહ્યો હતો. અંધારુ થઈ ચૂક્યુ હતુ. એ વખતે એક પૂર ઝડપે આવતી ટોયોટા ગાડીએ પાછળથી ઘોડાગાડીને ઠોકર મારી હતી. તેના કારણે ગાડી રસ્તા પરથી ઉથલી પડી હતી. ગાડી સંચાલક 39 વર્ષના જોન એશનું હોસ્પિટલમાં મોત થયુ હતુ, જ્યારે તેમના પત્ની બાર્બી એશનું ત્યાં જ મોત થયુ હતુ. દંપતિના 9 મહિનાથી 16 વર્ષ સુધીના આઠ સંતાનો સાથે જ હતા, જે ઘાયલ થયા છે.

બે બાળકોની હાલત સારી હોવાથી તેમને દવાખાનેથી રજા મળી ગઈ છે. બગીનો ભાર ખેંચતો હતો એ ઘોડો પણ ઘાયલ થયો હતો. ઘોડા ઘાયલ થાય પછી તેની સારવાર મુશ્કેલ બને છે. માટે એ અશ્વને શાંતિપૂર્વકનું મોત આપી દેવાયું હતું. આ ઘોડાગાડી પાછળ સ્લો મૂવિંગ વ્હિકલનું ચમકદાર બોર્ડ મારેલું હતું અને અન્ય ટ્રાફિકના સ્ટીકર પણ લગાડેલા હતા. પણ ટોયોટો ચાલકે એ કોઈ બોર્ડ વાંચ્યા નહીં હોય એટલે તેણે ઘોડાગાડીને પાછળથી જોશપૂર્વક અથડાવી ઉડાવી હતી.

Read Also

Related posts

Sovereign gold bond scheme : આજથી ખુલી છે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ પરંતુ શું તમે જાણો છો તેના ફાયદા, અહીં જાણો બધું

Vishvesh Dave

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!