GSTV
Home » News » ભારત આવી રહી છે અમેરિકાની સૌથી મોટી કંપની, 20 હજાર લોકોને મળશે નોકરી

ભારત આવી રહી છે અમેરિકાની સૌથી મોટી કંપની, 20 હજાર લોકોને મળશે નોકરી

ભારત માટે એક સારા સમાચાર છે. અમેરિકાની પિત્ઝાહટ, KFC જેવી કંપનીઓને ચલાવતી ફાસ્ટફૂડ કંપની યમ બ્રાન્ડ હવે ભારતમાં ટેકો બેલનાં 600 જેટલા આઉટલેટ્સ ખોલવાની તૈયારી કરી રહી છે. આ બ્રાન્ડ ભારતમાં આવવાથી 20 હજાર લોકોને નોકરી મળવાનું અનુમાન છે.

આ વિશે ટેકો બેલના ઈન્ટરનેશનલ પ્રેસિડેન્ટ લિઝ વિલિયમે કહ્યુ હતુકે, અમે બર્મન હૉસ્પિટાલિટીની સાથે એક માસ્ટર ફ્રેન્ચાઈઝી એગ્રીમેન્ટ સાઈન કર્યો છે. અમે આવનારા 10 વર્ષોમાં ટેકો બેલનાં 600 રેસ્ટોરેન્ટ ખોલવાની યોજના ઉપર કામ કરી રહ્યા છીએ.

લિઝ વિલિયમે જણાવ્યુ હતુકે, હાલમાં ફક્ત અમેરિકામાં જ ટેકોબેલનાં 7000 આઉટલેટ્સ છે. જ્યારે 500 રેસ્ટોરેન્ટ્સ દુનિયાના અલગ અલગ દેશોમાં છે. ભારત અમારા માટે મોટું માર્કેટ છે. એટલે ટેકોબેલ ભારતમાં 2010માં આવ્યુ હતુ. ભારતમાં અમે ફ્રેન્ચાઈઝી પાર્ટનરના રૂપમાં બર્મન હૉસ્પિટાલિટીની સાથે માર્કેટ શેર કર્યુ. જે હેઠળ ભારતમાં 35 રેસ્ટોરેન્ટ ખોલ્યા હતા.

જ્યારે બર્મન હોસ્પિટાલિટીના નિર્દેશક બર્મને જણાવ્યુ હતુકે, એક સ્ટોર ઉપર લગભગ 3 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બર્મન હોસ્પિટાલિટી હેઠળ રેસ્ટોરન્ટ મેનેજર અને સ્ટોર પદ માટે 20,000થી વધુ લોકોને રોજગાર આપવામાં આવશે. તેના સિવાય IT, ફાઈનાન્સ, સપ્લાઈચેન અને મેન્ટેનન્સ જેવા કાર્યોમાં પણ લોકોને નોકરી મળશે.

READ ALSO

Related posts

આ નાનકડી ભૂલ તમને બનાવી દેશે કંગાળ, થશે મોટુ નુકસાન

Bansari

પલાળેલી બદામના સેવનથી થશે અઢળક લાભ, આ બિમારીઓમાં મળશે આરામ

Bansari

World Cup 2019:NZ VS SA ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 4 વિકેટે હરાવ્યું, કેપ્ટન વિલિયમસનની ધમાકેદાર સદી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!