GSTV

અમેરિકન સૈન્યમાં ટ્રાન્સજેન્ડર્સની ભરતી ૫ર રોક : મેમોરેન્ડમ ૫ર ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સેનામાં ટ્રાન્સજેન્ડર્સની ભરતીની મોટાભાગની જોગવાઈઓ પર રોક લગાવતા મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે. આ મેમોરેન્ડમાં કેટલીક મર્યાદીત પરિસ્થિતિઓને બાદ કરતા જેન્ડર ડાઈસ્ફોરિયાનો ઈતિહાસ ધરાવતા ટ્રાન્સજેન્ડર્સને સૈન્ય સેવાઓ માટે અયોગ્ય ઘોષિત કરી દીધા છે. આદેશમા કહેવામાં આવ્યું છે કે ડિફેન્સ અને હોમલેન્ડ સુરક્ષાના સચિવ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ દ્વારા સૈન્ય સેવા સંદર્ભે કોઈપણ યોગ્ય નીતિઓને લાગુ કરામાટે પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે છે. ટ્રમ્પે નવા મેમોરેન્ડમમાં ક્હ્યુ છે કે ઓ ટ્રાન્સજેન્ડર દ્વારા સેનામાં સેવાવા અને તેના સંદર્ભે અન્ય કોઈપણ નિર્દેશ લઈને 25 ઓગસ્ટ, 2017ના પોતાના આવેદનને પાછું ખેંચે છે. વ્હાઈટ હાઉસે કહ્યુ છે કે આ નવી નીતિ સેનાને સારા પ્રકારના સ્થાપિત માનસિક અને શારીરિક આરોગ્યના માપદંડોને લાગુ કરવામા સક્ષમ બનાવે છે. ટ્રમ્પે ગત વર્ષ જુલાઈમાં ઘોષણા કરી હતી કે તેઓ ટ્રાન્સજેન્ડર્સને સેનામાં સેવા આપવાથી રોકશે. ટ્રમ્પના પુરોગામી બરાક ઓબામા એક નીતિ લઈને આવ્યા હતા અને તેના કારણે અમેરિકાની સેનામાં ટ્રાન્સજેન્ડર્સની ભરતી શરૂ થઈ ગઈ હતી. ઘણાં ફેડરલ ન્યાયાધીશોએ ટ્રમ્પના પ્રતિબંધને રોકવા માટેનો ચુકાદો જાહેર કર્યો હતો. ન્યાયાધીશોએ ક્હ્યુ હતુ કે પ્રતિબંધ કદાચ અમેરિકાના બંધારણ હેઠળ સુરક્ષાના સમાન અધિકારનો ભંગ કરશે. શુક્રવારે પેન્ટાગને પુષ્ટિ કરી હતી કે તેઓ ફેડરલ કાયદાનું પાલન કરવાનું ચાલુ રાખશે.

Related posts

રમતો શીખવાડવાને બદલે વ્યાયામ શિક્ષક કરતો હતો સગીરાઓને અડપલાં : આખરે મળી આ સજા, નિતંબ પર ધક્કો મારતો અને એકબીજા પર સૂવડાવતો

Bansari

દરેક નાગરિકને મોદી સરકાર આપી રહી છે 1,30,000 રૂપિયા? જાણો વાયરલ થઇ રહેલા આ મેસેજની શું છે હકીકત

Bansari

અહેમદ પટેલઃ સંકટમોચક અને અડીખમ યોદ્ધાની વિદાય, કોંગ્રેસને ન પૂરાય એવી પડી ખોટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!