GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

3800 પરમાણુ બેમ્બ ધરાવતું અમેરિકા કરશે પરમાણુ પરીક્ષણ, દુનિયામાં ફફડાટ વધશે

કોરોના કાળમાં પણ ચીન સૈન્ય શક્તિ વધારી રહ્યું હોવાથી અમેરિકા પણ હવે આક્રમક તેવર અપનાવી રહ્યું છે. ચીન અને રશિયા સાથેના તનાવને જોતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 28 વર્ષ બાદ ફરી એક વખત પરમાણુ પરિક્ષણનો નિર્ણય લે તેવી શક્યતા છે. આ માટે ટ્રમ્પે ન્યુક્લિયર ટેસ્ટ સાથે સંકળાયેલી સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા કરી છે. આ પરિક્ષણનો હેતું અમેરિકાના પરમાણુ હથિયારોની વિશ્વસનિયતા અને નવી ડિઝાઈન ધરાવતા હથિયાર બનાવવાનો પણ હોઈ શકે છે.

ચીન અને રશિયાએ વાટાઘાટો કરવાનો ઈનકાર કર્યો

અમેરિકાના એક અખબારે પ્રકાશિત કરેલા અહેવાલ પ્રમાણે અમેરિકા ટેસ્ટ કરીને રશિયા અને ચીન પર વાતચીત કરવા માટે દબાણ વધારવા માંગે છે. અમેરિકાનો ઈરાદો આ બંને દેશો સાથે હથિયાર નિયંત્રણ માટેની નવી ડીલ કરવાનો છે. ટ્રમ્પ વહિવટીતંત્રનું કહેવું છે કે, અમેરિકા નવા હથિયાર નથી બનાવવાનું પણ જો ચીન અને રશિયાએ વાટાઘાટો કરવાનો ઈનકાર કર્યો તો એવો સંદેશો આપવા માંગે છે કે, અમેરિકા પાસે પણ હથિયાર બનાવવાનો અધિકાર સુરક્ષિત છે.

દુનિયામાં પરમાણુ પરિક્ષણની હોડ શરૂ

જોકે, બેઠકમાં પરિક્ષણને લઈને મતભેદો સર્જાયા હતા પણ એક અધિકારીએ કહ્યું હતું કે, આ મુદ્દે હજી ચર્ચા ચાલુ છે. જોકે તેના વિરોધમાં જે લોકો છે તેમનુ કહેવું છે કે, અમેરિકા ટેસ્ટિંગ કરશે તો દુનિયામાં પરમાણુ પરિક્ષણની હોડ શરૂ થશે. હાલમાં અમેરિકા પાસે 3800 પરમાણુ હથિયાર છે. જે દુનિયાને એક નહી અનેક વખત ખતમ કરી શકે છે. આ હથિયારોને લક્ષ્ય સુધી પહોંચાડવા માટે અમેરિકા પાસે 800 મિસાઈલ્સ છે. જે દુનિયાના કોઈ પણ શહેરને ગણતરીની મિનિટોમાં તબાહ કરી શકે છે.અમેરિકાએ 1750 પરમાણુ બોમ્બ મિસાઈલ અને વિમાનોમાં તૈનાત કરી રાખ્યા છે. 150 પરમાણુ બોમ્બ યુરોપમાં વિવિધ ઠેકાણે તૈનાત છે.

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!