GSTV
Home » News » કીડી કરતાં પણ નાના આકારના છે આ 3D રોબોટ, શરીરની અંદર જઈને કરશે ઈલાજ

કીડી કરતાં પણ નાના આકારના છે આ 3D રોબોટ, શરીરની અંદર જઈને કરશે ઈલાજ

રોબોટિક્સની દુનિયામાં દરરોજ થઈ રહેલાં નવા-નવા પ્રયોગો આપણી દુનિયાને વધુ સરળ બનાવતા જઈ રહ્યા છે. આગામી દિવસોમાં આપણી દુનિયાના મુખ્ય હિસ્સો બનવાના છે. વૈજ્ઞાનિકો હવે ચિકિત્સા ક્ષેત્રમા રોબોટનું મહત્વ સમજતા તેઓ હવે અલગ-અલગ પ્રકારનાં રોબોટ બનાવી રહ્યા છે. હવે વૈજ્ઞાનિકોએ વિશ્વની સૌથી નાની કીડીના આકારનાં 3ડી રોબોટ વિકસિત કર્યા છે, જે અલ્ટ્રાસાઉન્ડ સ્ત્રોત અથવા નાના સ્પીકરોથી ઉત્પન્ન થતા કંપનથી ચાલી શકે છે.

અમેરિકાની જ્યોર્જિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકોનોલોજીનો શોધકર્તાઓએ જણાવ્યુ હતુકે, આ સુપર બોટ્સના ઝુંડનો ઉપયોગ પર્યાવરણીય પરિવર્તન લાવવા અને ભવિષ્યમાં માનવ શરીરમાં સર્જરી દરમ્યાન સામગ્રી ળી જવા અને ઈજાને ઠીક કરવા માટે કરાશે. માઈક્રોમેકેનિક્સ અને માઈક્રોએન્જીનીયરિંગ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ મુજબ આ રોબોટ અલગ અલગ પ્રકારના કંપન આવૃત્તો પર પ્રતિક્રિયા કરે છે.

તેના માધ્યમથી શોધકર્તા કંપનને એડજસ્ટ કરીને પ્રત્યેક રોબોટને કંટ્રોલ કરી શકે છે. આ નવા રોબોટની લંબાઈ લગભગ બે મિલીમીટર છે. અને તે એક સેકન્ડમાં પોતાની લંબાઈના લગભગ ચાર ગણું કવર કરી શકે છે. જ્યોર્જિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકોનોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર આઝાદ અંસારીએ જણાવ્યુ હતુકે, અમે એન્જીનિયરિંગ, ઈલેક્ટ્રોનિક્સ, જીવવિજ્ઞાન અને ફિઝીક્સને એક સાથે લઈને કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ હતુક, આ બહુજ સમૃદ્ધ ક્ષેત્ર છે જ્યાં બહુજ અવધારણાઓને હકીકતમાં બદલી શકાય છે. ઘણી બધી શોધ થઈ શકે છે.

આવી રીતે કરે છે કામ

રોબોટમાં પેઝોઈલેક્ટિક એક્યુટર લાગેલું હોય છે. આ એક્ટુટર કંપન ઉત્પન્ન કરે છે. જેથી આ રોબોટ સંચાલિત થાય છે. આ રોબોટને ચલાવવા માટે કોઈ બેટરીની જરૂર પડતી નથી. કારણકે અત્યાધુનિક નાનો આકાર હોવાને કારણે બેટરી લગાવવી સંભવ પણ નથી.

પ્રત્યેક રોબોટ અલગ છે

વૈજ્ઞાનિકોએ જણાવ્યુ હતુકે, પ્રત્યેક રોબોટ અલગ અલગ બનાવવામાં આવ્યા છે. આ રોબોટને પગનો આકાર, શરીરના વ્યાસ, ડિઝાઈનના માધ્યમથી અલગ કરવામાં આવી છે. પોતાના વિશિષ્ટ આકારને કારણે તે વિભિન્ન કંપન આવૃત્તિઓ પર અલગ અલગ પ્રતિક્રિયાઓ કરે છે. તેનાથી શોધકર્તા પ્રત્યેક રોબોટ પર પોતાનો કંટ્રોલ રાખી શકે છે. આમાંથી અમુક રોબોટ છ પગના છે તો અમુક ચાર પગના રોબોટ છે. તેમના પગોની સંખ્યાના આધાર પર આ રોબોટ ગતિ કરે છે.

READ ALSO

Related posts

સપ્તાહના દરેક દિવસનું હોય છે વિશેષ મહત્વ, આ ઉપાય કરશો તો નહી અટકે તમારુ એક પણ કામ

Bansari

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!