GSTV
Home » News » INF સંધિમાંથી બહાર નીકળ્યા બાદ અમેરિકાએ કર્યુ ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ

INF સંધિમાંથી બહાર નીકળ્યા બાદ અમેરિકાએ કર્યુ ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ

મધ્યમ દૂરી પરમાણું સંધિ (Intermediate Range Nuclear Force Treaty)માંથી બહાર આવ્યા બાદ અમેરિકાએ પારંપરિકરૂપે પહેલીવાર એક ક્રૂઝ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યુ હતુ. પેંટાગને સોમવારે આ વાતની પુષ્ટિ કરી હતીકે, રવિવારે કેલિફોર્નિયાનાં સેન નિકોલસ દ્વીપ પર પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.

આ પરીક્ષણને ધરતીની સપાટી પરથી લોન્ચ કરવામાં આવ્યુ હતુ. આ મિસાઈલની મારક ક્ષમતા 500 કિલોમીટર છે. અમેરિકાએ દાવો કર્યો છેકે, તેમનું આ પરીક્ષણ સફળ રહ્યુ છે. અને મિસાઈલે નક્કી કરેલાં સમય પર આ દૂરી નક્કી કરીને પોતાના લક્ષ્યને સાધવામાં સફળ રહી છે. આ પરીક્ષણ દૂરગામી પરિણામ હોઈ શકે છે.

કહી શકાયકે, આનાથી દુનિયામાં ફરી એકવાર શસ્ત્રોની હોડ શરૂ થશે. આ એક નવા શીત યુદ્ધની પણ દસ્તક છે. આઈએનએફ સંધિ પર રશિયા અને અમેરિકા બંને દેશોએ ત્રણ દાયકા પહેલાં હસ્તાક્ષર કર્યા હતા જેથી યુરોપને પરમાણું હથિયાર મુક્ત કરી શકાય. આ સંધિ પરમાણું હથિયાર લઈ જવાના આ પ્રકારનાં હથિયારોનાં પરીક્ષણ અને ઉત્પાદન પર પ્રતિબંધ લગાવે છે.

READ ALSO

Related posts

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

આ દેશમાં રૂપિયાની નહીં પણ ટોઈલેટની થઈ ચોરી, કિંમત જાણશો તો આંખો ફાટી જશે

Kaushik Bavishi

માંદા અર્થતંત્રને સાજુ કરવા મોદી સરકારે કમર કસી, વધુ એક ‘બુસ્ટર ડોઝ’ આપવાની તૈયારી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!