GSTV
Gujarat Government Advertisement

રસીની બરબાદી / ભારતમાં લાખો ડોઝ બરબાદ પણ અમેરિકામાં 500 ડોઝ બગાડનારને થઈ 3 વર્ષની જેલ અને 83 હજાર ડોલરનો દંડ

Last Updated on June 9, 2021 by Dhruv Brahmbhatt

કોરોનાની બીજી લહેર બાદ કોરોનાની રસીની બોલબાલા વધી ચુકી છે. ભારતમાં એક તરફ રસી અપાઈ રહી છે અને બીજી તરફ લાખો ડોઝ બરબાદ પણ થયા છે. કેટલાંક કિસ્સામાં માનવીય ભૂલ પણ જવાબદાર છે. જો કે આવા મામલામાં અત્યાર સુધી તો કોઈની સામે કાર્યવાહી નથી થઈ.

રસી

ફાર્માસિસ્ટએ રસીના ડોઝને કલાકો સુધી રેફ્રિજેટરની બહાર રાખ્યાં હતાં

જો કે અમેરિકામાં વેક્સીનના ડોઝ બરબાદ થવાના એક મામલામાં અમેરિકાની એક કોર્ટે એક ફાર્માસિસ્ટને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. અમેરિકાના વિસ્કોન્સિન સ્ટેટમાં સ્ટીવન બ્રાંડેનબર્ગ નામના ફાર્માસિસ્ટ પર કોરોનાની રસીના 500 ડોઝ વેડફી નાંખવાનો આરોપ મુકાયો હતો. તેણે રસીના ડોઝને કલાકો સુધી રેફ્રિજેટરની બહાર રાખ્યાં હતાં. તેણે તેના પર લાગેલા આરોપ સ્વીકારી લીધા હતાં.

સ્ટીવને સ્વિકાર્યું હતું કે, જે મેડિકલ સેન્ટરમાં હું કામ કરતો હતો ત્યાં મેં રસીના ડોઝ ફ્રીઝની બહાર રાખ્યા હતા. આ બાબતે હું શરમ મહેસૂસ કરૂ છું અને જે પણ થયું છે તે માટેની જવાબદારી હું સ્વીકારૂ છું. તેણે પોતાના પરિવાર સહકર્મીઓ અને કોમ્યુનિટીની માફી માંગી હતી.

અદાલતે તેને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે અને સાથે સાથે દંડ તરીકે 83,000 ડોલર ભરવાનો આદેશ પણ આપ્યો છે. આ રકમ તેણે હોસ્પિટલને વળતર તરીકે આપવી પડશે. સરકારના વકીલે કોર્ટમાં પણ દલીલ કરી હતી કે, મેડિકલ ઈમરજન્સીના સમયે આ રીતે રસી બરબાદ કરવી એક ગંભીર અપરાધ છે. કોર્ટે પણ આ દલીલોને માન્ય રાખી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!