GSTV
Gujarat Government Advertisement

એક્શન પ્લાન પર ભારે પડી આ સમસ્યા, જળવાયુ પરિવર્તન પર નિરર્થક રહી દુનિયાની પહેલ

Last Updated on September 23, 2019 by Mansi Patel

ધરતીનું તાપમાન દિવસેને દિવસે વધી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2015થી 2019 વચ્ચે સરેરાશ વૈશ્વિક તાપમાન 2011-15ની સરખામણીમાં 0.2 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે. ગ્લોબલ વોર્મિંગ અંગે આ રિપોર્ટ સોમવારે યોજાનારા સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સમિટના ઠીક પહેલા આવ્યો છે.

જળવાયુ પરિવર્તન કોઇ એક દેશ કે એક પ્રાંતની સમસ્યા નથી પરંતુ આ સમગ્ર વિશ્વની સમસ્યા છે. જેની માટે જવાબદાર આપણે બધા છીએ.. જળવાયુ પરિવર્તનને રોકવાનો ઉપાયો કરવામાં આવ્યા પરંતુ તેના પરિણામ સંતોષ જનક રહ્યા નથી. આ ઉપરાંત આ સમસ્યા વધુ ચિંતાજનક સ્થિતિએ પહોંચી ગઇ છે.  જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ ચોંકાવનારો છે. રિપોર્ટમાં દુનિયાભરમાં જળવાયુ પરિવર્તનને રોકવા માટે થઇ રહેલી તમામ કોશિશો છતાં વર્ષ 2015થી 2019ની વચ્ચેનો સમયગાળો સૌથી ગરમ રહ્યો.

યૂનાઈટેડ ઈન સાઈન્સના નામે જાહેર કરાયેલા રિપોર્ટમાં કહેવાયું છે કે, હાલમાં વૈશ્વિક તાપમાન પૂર્વ-ઔદ્યોગિક કાળ 1850 – 1900ની સરખામણીએ 1.1 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે અને વર્ષ 2015થી 2019માં તાપમાન 0.2 ડિગ્રી સેલ્સિયલ વધી ગયું છે. તાપમાનમાં વૃદ્ધિના કારણે છેલ્લા 40 વર્ષ દરમિયાન આર્કટિકમાં બરફ દર 10 વર્ષે 12 ટકા જેટલો પીગળી રહ્યો છે અને  વર્ષ 2015-19 વચ્ચે  બરફ પીગળવાની પ્રક્રિયામાં વધારો નોંધાયો.   રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, એન્ટાર્કટિકામાં બરફની સપાટી  1979 અને 2017 વચ્ચે તીવ્રતાથી પીગળી છે. સાથે જ 2015થી 2019 દરમિયાન ગ્લેશિયરમાં  અન્ય પાંચ વર્ષના કાળખંડની સરખામણીથી સૌથી ઝડપથી ઘટાડો થયો છે. કાર્બન ડાયોક્સાઇડમાં ઘટાડો થવાની જગ્યાએ 2018માં તે 2 ટકા વધીને 37 બિલિયન ટનના ઉચ્ચ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.

રિપોર્ટ પ્રમાણે, આ ફેરફારને અટકાવવા માટે સમગ્ર વિશ્વ નિષ્ફળ નિવડી રહ્યું છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ વાત તો એ છે કે કાર્બન ઉત્સર્જનનું સ્તર શું હોવું જોઈએ, તે નક્કી થઈ શક્યું નથી. જો કે, તે વૈશ્વિક અર્થવ્યવસ્થાના સમાન દરે વધી રહ્યો નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!